વેપાર

Investment In Gold: આ ધનતેરસે જો તમે ખરીદવા જઇ રહ્યા છો સોનું ? જાણો સોના પર કેવી રીતે લાગે છે ટેક્સ

Investment In Gold: ભારતીય સંસ્કૃતિમાં સોનાનું વિશેષ મહત્વ છે. સોનાને અહીં દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતમાં ઘણા તહેવારો પર સોનું ખરીદવાની પરંપરા છે. આમાં અક્ષય તૃતીયા અને ધનતેરસ મુખ્ય છે. ધનતેરસને આડે બહુ સમય બાકી નથી. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે.

| Also Read: Gold Silver Price : ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો વધારો, સોનાના ભાવમાં પણ તેજી

સોવરિન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમો અલગ

આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. સોનામાં અનેક રીતે રોકાણ કરી શકાય છે. તમે તેને જ્વેલરી તરીકે ખરીદી શકો છો. સોનાના સિક્કા ખરીદી શકે છે. ડિજિટલ સોનું ખરીદી શકો છો. તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં સબ્સ્ક્રાઇબ કરી શકો છો. તમે ગોલ્ડ ઇટીએફમાં પૈસા રોકી શકો છો અથવા ગોલ્ડ સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો. સોનામાં રોકાણ પર પણ ટેક્સ લાગે છે. ડિજિટલ ગોલ્ડ અને ફિઝિકલ ગોલ્ડ બંને પર ટેક્સ સમાન છે. પરંતુ સોવરિન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમો અલગ છે.

ફિઝિકલ ગોલ્ડ

ફિઝિકલ ગોલ્ડ અને ડિજિટલ ગોલ્ડ બંને પર એક જ રીતે ટેક્સ લાગે છે. જો તેને ખરીદીના 3 વર્ષ પછી વેચવામાં આવે છે, તો તેના પર 20 ટકા + 8 ટકા સેસ પર લાંબા ગાળાના મૂડી લાભ કર લાગે છે. જ્યારે તેને 3 વર્ષની અંદર વેચવામાં આવે છે. ત્યારે નફો તમારી આવકમાં ઉમેરવામાં આવશે અને સ્લેબ મુજબ ટેક્સ લાગશે.

| Also Read: અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં વધુ સારા આવતા Goldમાં ₹517નો અને Silverમાં ₹1319નો કડાકો

સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)

સોવરિન ગોલ્ડ બોન્ડ માટે ટેક્સ નિયમો અલગ છે. જો તમે ખરીદીના 3 વર્ષની અંદર સેકન્ડરી માર્કેટમાં વેચો છો. તો તેના પર તમારા સ્લેબ રેટ મુજબ ટેક્સ લાગશે. પરંતુ જો તમે તેને ત્રણ વર્ષ સુધી હોલ્ડ કર્યા પછી વેચો છો. તો તે ઇન્ડેક્સેશન પછી 20 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. જો તમે તેને પાકતી મુદત સુધી રાખો તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. આ બોન્ડ્સની પાકતી મુદત 8 વર્ષ છે અને 5 વર્ષ પછી પ્રારંભિક રિડેમ્પશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ બોન્ડ્સ પર મળેલી 2.5 ટકા વાર્ષિક આવક પર સ્લેબ મુજબ ટેક્સ લાગે છે.

| Also Read: પાંખાં કામકાજ વચ્ચે Goldમાં ₹105નો સુધારો, Silverમાં ₹112ની પીછેહઠ

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)
ETFs પરની કમાણી પર આવકવેરા સ્લેબ મુજબ ટેક્સ લાગે છે. જ્યારે તમે તેમને વેચો ત્યારે કોઈ વાંધો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button