આપવીતીનો પાવર પચાસ કરોડ ડૉલર સુધી લઇ ગયો!
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
એમ લાગે છે કે આમ દર્શકો પાછલા કેટલાક વર્ષોથી લેખકો દ્વારા લખાયેલી ફિલ્મી સ્ટોરીથી બનતા પિકચરોથી નાખુશ છે અને તેથીજ બહુ જાણીતા અને સકસેસફુલ મુવી મેકર્સની ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર પીટાઇ રહી છે અને તેની સામે રીયલ લાઇફ સ્ટોરી આધારીત સાધારણ સ્ટાર કાસ્ટવાળા લો બજેટ પિકચર્સ બોકસ ઓફિસ ઉપર કરોડો રૂપિયાની કમાણી કરી રહયા છે.
રીયલ લાઈફ બેઝડ મુવી જોવા છ્તાં, પહેલા લોકોને તે ઘટનાની કથાની ખબર હોવા છતા તેનું ફિલ્મીકરણ કેવી રીતે કર્યું છે અને અંતમાં મુવીમેકર શું સંદેશો આપવા માગે છે તે જોવા પ્રેક્ષક પૈસા ખર્ચીને મુવી જોવા જાય છે.
દુનિયામા જેટલા લોકો રહે છે તે તમામની પણ એક સ્ટોરી હોય છે પછી તે મોઢામાં સોનાની ચમચી સાથે પેદા થયેલી વ્યકિતની હોય કે પછી દારૂણ ગરીબીમાં જન્મેલી વ્યકિતની! અમીર ઘરમાં જ્ન્મેલા દિકરા દિકરીઓ માટે તો જીંદગી બહુ સુખદ હોય છે, તેથી કેમ મોટા થઇ ગયા તેમાં બહુ ખબર નથી પડતી, પણ ગરીબીની ગર્તામાં જીવતા બાળકો માટે જીંદગી એક શ્રાપથી વધારે કંઇ નથી હોતી. આમ છતા પણ તેઓ મધર ઇન્ડીયા મુવીના ગીત, દુનિયામે હમ આયે હેતો જીનાહી પડેગા જીવન હે અગર ઝહર તો જીના હી પડેગા,ની જેમ જીંદગી ગુજારતા હોય છે. પણ આપણને કયારેય એવો વિચાર આવે છે કે મારા જીવનના ગુજારા માટે માત્ર મારી સ્ટોરી જ ઇનફ છે?
ટોની રોબીન્સ: અમેરિકાની સ્વપ્નનગરી હોલીવુડમાં ૨૦ ફેબ્રુઆરી ૧૯૬૦ના જન્મેલા ટોની રોબીન્સનું બાળપણ બહુ જ ખરાબ અવસ્થામાં ગુજર્યું હતું. રોબીન્સ અને બીજા બે સંતાનોનો જન્મ એક ડ્રગએડીકટ માના ઘરે થયેલો હતો. ઘરની આર્થિક હાલત બહુ ખરાબ હતી, તેમાં માને ડ્રગની લત હોવાના કારણે પેસા તેમાં જ ખર્ચાય જતા હતા, માની ડ્રગની હાલતના કારણે ઘ૨માં કજીયા કંકાસ અને બાળકો પર મારપીટ રોજ્ની ઘટનાઓ હતી.
ત્રણ સંતાનોમાં રોબીન્સ સાથી મોટો હોવાના કારણે તે હંમેશા તેના બીજા બે બંધુઓને આત્યાચારમાંથી બચાવવા માટે માના ગુસ્સાનો ભોગ બનવા હમેશા તૈયાર રહેતો હતો. ડ્રગ્ઝના નશામાં તેની મા કાબુ બહાર થઇ જાતી હતી. એકવાર તો માએ રોબીન્સના મોઢામાં લિક્વિડ શોપ નાખીને તેને પીવા માટે મજબુર કર્યો હતો. રોબીન્સના બાળપણમાં જ તેની માએ ચાર વખત લગ્ન કર્યા હતા, છતા કોઇ સાથે ઠરીઠામ થઇ નહોતી. આવી પરિસ્થિતિમાં પણ રોબીન્સ હંમેશા તેના ભાઇઓના રક્ષણ માટે ઢાલ બનીને તેઓને માના ત્રાસથી બચાવતો હતો. તે હંમેશા વિચારતા કે શું મા આવી પણ હોઇ શકે!.
એકવારતો હદ થઇ ગઇ મા ગુસ્સામાં હાથમાં ચાકુ લઇને રોબીન્સને મારવા દોડવા લાગી. આગળ પુત્ર પાછળ હાથમાં ચાકુ લઇને પ્રહાર કરવા મા! આખરે માના હુમલાથી બચવા રોબીન્સ બહુ આગળ નિકળી ગયો અને ઘરથી દૂર ભાગી ગયો. તે ગયો પછી કયારેય પાછો ના આવ્યો અને જીવનનિર્વાહ માટે નાના મોટા કામ કરવા લાગ્યો, પણ તેના ભાઇઓને તે કયારેય ભૂલ્યો નહી અને જેટલી બને તેટલી આર્થિક મદદ તે તેની નામમાત્રની કમાણીમાંથી કરવા લાગ્યો.
જોકે, રોબીન્સને આ સંઘર્ષરત જીંદગી મંજુર નહોતી, તેને જીંદગીમાં બહુ સફળ અને અમીર થવુ હતું, પણ નાતો તેને કોઇ ફાધર કે ગોડફાધર હતો કે ના તો જરૂરી ભણતર! આ સંજોગોમાં રોબીન્સને અમેરિકાના વિખ્યાત મોટીવેશનલ સ્પીકર જીમ રોહનને મળવાનો મોકો મળ્યો. જીમ રેાહનને તેમના પુસ્તક ધ પાવર ઓફ એમ્બિશન અને ટેઇક ચાર્જ ઓફ યોર લાઇફ માટે એર્વોડથી નવાજ્યામાં આવ્યા છે. રોબીન્સે તેને મળેલી મુલાકાતની તકનો લાભ લઇને જીમને તેની દર્દનાક દાસ્તાન બયાન કરી દીધી. જીમને તેના ઉપર બહુ દયા આવી અને કહયં ુકે તારી સકસેસ તારી કહાનીમાં જ છુપાયેલી છે. ચાલ મારી સાથે મારા સેમીનારો અને કોન્ફરન્સોમાં અને ખુલ્લા દીલથી તારી આપવીતી લોકોને સંભળાવ અને તેઓને મોટીવેટ કર. રોબીન્સે જીમ સાથે આખા અમેરિકામાં લેકચરો આપ્યા, બેધડક કોઇ શરમ વગર તેની આપવીતી લોકોને જણાવી અને કહયું કે તમારી ગઇકાલની દુર્દશાને તમારા સુવર્ણ ભવિષ્યમાં અડચણરૂપ બનવા ના દો.
અનલિમિટેડ પાવર નામે એક બુક તેણે લખી અને આ બુકને અદભૂત સફળતા તેની આર્થિક હાલત સુધરી ગઇ અને સફળતાના દ્વાર ખુલી ગયા. રોબીન્સની આ સફળતાની સફરમાં તે તેનાથી નાના બે ભાઇઓને કયારેય ના ભૂલ્યો અને તેને બનતી આર્થિક મદદ કરતો રહયો. લોહીના સંબંધો અને લાગણીના બંધનો બધે સરખા હોય છે, પછી તે ભારતીય, યુરાપીયન, જાપનીઝ કે આફ્રિકન કે અમેરિક્ધસના હોય!
આજે ટીમ રોબીન્સ બહુ અમીર માણસ છે અને તેની સફળતાના પાયામાં છે લોકો સાથે તેણે વ્હેંચેલી તેની આત્મકથા! આજે રોબીન્સનુ ૩૦ જેટલી કંપનીઓમાં ૫૦૦ મીલીયન અમેરિકન ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ છે. ભૂખ કોને કહેવાય તે રોબીન્સથી વધારે દુનિયામાં કોઇ નથી જાણતુ અને તેથીજ તે દુનિયામાં ભુખ્યાને ભોજન આપે છે અને અત્યાર સુધીમાં ૫ાંચ કરોડ લોકોના પેટની આગ બુઝાવી છે.
આમ દરેકમાં એક કહાની છુપાયેલી છે જુના ઝમાનામાં લોકો તેમનુ દર્દ પોતાનામાં છુપાવી રાખતા હતા અને તમાચો મારીને ગાલ લાલ કરવામાં માનતા હતા, પણ ૨૧મી સદીમાં દુનિયા બદલાઇ રહી છે લોકોને કૃત્રિમતા કંઇ પસંદ નથી. ફીકશનની જગ્યાએ ફેકટસ વેંચાય છે અને આજ ફીલોસોફી ટીમ રોબીન્સની સફળતાનું રહસ્ય છે અને તેનો દઢ વિશ્ર્વાસ કે યોર પાસ્ટ વીલ નેવર ડીફાઇન યોર ફ્યુચર.