વેપાર

શેરબજારમાં મંદી: તમામ સેકટરલ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ધકેલાયા

મુંબઇ: શેરબજારમાં મંદીના માહોલમાં સાર્વત્રિક વેચવાલી વચ્ચે તમામ સેકટરલ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા. બીએસઈ ગુરૂવાર, ૧૧ એપ્રિલ, ૨૦૨૪ના રોજ રમઝાન ઈદ નિમિત્તે બંધ રહ્યું હતું. સેન્સેક્સ શુક્રવારે બુધવારના ૭૫,૦૩૮.૧૫ પોઇન્ટના બંધ સામે ૭૯૩.૨૫ પોઈન્ટ્સ (૧.૦૬ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૭૪,૮૮૯.૬૪ ખૂલી, ઉપરમાં ૭૪,૯૫૧.૮૮ સુધી, નીચામાં ૭૪,૧૮૯.૩૧ સુધી જઈ અંતે ૭૪,૨૪૪.૯૦ પર બંધ રહ્યો હતો.

બજડારનો અંડરટોન મબળો રહ્યો હતો અને સેન્સેક્સની માત્ર ત્રણ કંપનીઓ વધી હતી, જ્યારે બાકીની ૨૭ કંપનીઓ ઘટી હતી. સપ્તાહના અંતિમ દિવસે માર્કેટ કેપ રૂ.૩૯૯.૬૮ લાખ કરોડ રહ્યું હતું. બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૧૦ ટકા ઘટ્યો હતો અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૯૮ ટકા વધ્યો હતો.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૯૯ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૯૧ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૪૯ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૬૦ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૮૭ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૮૩ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૮૧ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૯૪ ટકા ઘટ્યા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં કોમોડિટીઝ ૦.૮૪ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૬૨ ટકા, એનર્જી ૧.૦૧ ટકા, એફએમસીજી ૧.૧૦ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૦.૮૧ ટકા, હેલ્થકેર ૧.૨૩ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૫૪ ટકા, આઈટી ૦.૮૪ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૪૨ ટકા, યુટિલિટીઝ ૧.૦૨ ટકા, ઓટો ૦.૫૯ ટકા, બેન્કેક્સ ૦.૯૧ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૪૯ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૩૯ ટકા, મેટલ ૦.૫૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૨૮ ટકા, પાવર ૦.૭૭ ટકા, રિયલ્ટી ૦.૯૬ ટકા, ટેક ૦.૬૯ ટકા અને સર્વિસીસ ૧.૦૫ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૦.૬૭ ટકા, ટીસીએસ ૦.૪૫ ટકા અને નેસલે ઈન્ડિયા ૦.૩૭ ટકા વધ્યા હતા, જ્યારે સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ૪.૦૧ ટકા, મારુતી સુઝુકી ઈન્ડિયા ૩.૧૭ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૫૭ ટકા, ટાઈટન કંપની ૨.૪૦ ટકા અને જેએસડબલ્યૂ ૨.૨૨ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૭ કંપનીઓમાંથી ૪ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૪૫૭.૧૬ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૪,૬૪૯ સોદામાં ૬,૧૪૨ કોન્ટ્રેક્ટનું કામકાજ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker