બેંક એકાઉન્ટમાં હોય 35,000 રૂપિયા તો પહોંચી જાવ આ દેશ, બની જશો કરોડપતિ, જાણો શું છે આખી સ્કીમ…
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા ને? કદાચ વાંચીને એકાદ વખત તમને વિશ્વાસ નહીં આવે પણ આ હકીકત છે. આજે અમે અહીં તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં તમે 35,000 રૂપિયા લઈને જશો તો કરોડપતિ બની જશો. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ આખરે કયો છે આ દેશ અને કઈ રીતે તમે કરોડપતિ બની શકો છો?
આ દેશ છે વિયેટનામ. ભારતથી વિયેટનામ સુધી પહોંચવા માટે ચાર કલાકનો સમય લાગે છે અને ભારતની સરખામણીએ વિયેટનામનું ચલણ નબળું છે અને અહીં ભારતના એક રૂપિયાનું મૂલ્ય 294 વિયેટનામીઝ ડોન્ગ જેટલું છે. આ જ કારણ કે ભારતના 35,000 રૂપિયાને કન્વર્ટ કરીએ તો એક કરોડ રૂપિયા વિયેટનામીઝ ડોન્ગ બની જાય છે. ભારતમાં ભલે 35,000 રૂપિયા સાથે તમે ગરીબ ગણાતા હોવ, પણ વિયેટનામમાં તો તમે કરોડપતિ કહેવાશો ભાઈસાબ…
વિયેટનામ ફરવાની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે અને દિન પ્રતિદિન અહીં આવનારા પર્યટકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પર્યટકોની સંખ્યા વધવાનું સૌથી મોટું અને મહત્વનું કારણ એટલે આ એક સસ્તી ફોરેન ટ્રિપ માટેનું બેસ્ટ ઓપ્શન છે અને બીજું એટલે કે ભારતની નજીક જ આવેલું છે એટલે પહોંચવામાં પણ બહુ ઝાઝો સમય નથી લાગતો.
વાત કરીએ ભારત અને વિયેટનામના સંબંધોની તો બંને દેશ વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. અહીંયા તમારી જાણ માટે વિયેટનામ અમેરિકા સામેનું યુદ્ધ જિતીની ચર્ચામાં આવ્યું હતું. 1975 સુધી ચાલેલા યુદ્ધમાં વિયેટનામ વિશ્વના સૌથી શક્તિશાળી ગણાતા અમેરિકાના 58,000 સૈનિકને મારીને જિતી ગયા હતા. વિયેટનામની બીજી વિશેષતા વિશે વાત કરીએ તો આ દેશ કોફીનું ઉત્પાદન કરનારા દેશોની યાદીમાં બીજા નંબરે આવે છે, આ યાદીમાં બ્રાઝિલ નંબર વન પર છે.