વેપાર

કોટન એસોસિયેશને વર્તમાન રૂ મોસમના ઉત્પાદનનો અંદાજ વધારીને 317 લાખ ગાંસડી મૂક્યો

મુંબઈઃ ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની રૂ મોસમમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, તેલંગણા અને કર્ણાટકમાં ઉત્પાદન વધવાની શક્યતાને ધ્યાનમાં લેતા કોટન એસોસિયેશન ઑફ ઈન્ડિયાએ વર્તમાન મોસમ માટેના ઉત્પાદનનો અંદાજ અગાઉના અંદાજની સરખામણીમાં 7.50 લાખ ગાંસડી વધારીને 317 લાખ ગાંસડીનો મૂક્યો છે.

એસોસિયેશને સુધારીત અંદાજમાં દેશના રૂના મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક અને તમિળનાડુના ઉત્પાદનના અંદાજમાં અનુક્રમે 3 લાખ ગાંસડી, 4.50 લાખ ગાંસડી, એક લાખ ગાંસડી 50,000 ગાંસડીનો વધારો કર્યો છે, જ્યારે મધ્ય પ્રદેશ અને ઓરિસ્સાના ઉત્પાદનના અંદાજમાં અનુક્રમે એક લાખ ગાંસડી અને 50,000 ગાંસડીનો ઘટાડો કર્યો છે.

આ પણ વાંચો: આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ગત સાલ કરતાં વધીને 11.794 કરોડ ટન થવાની શક્યતાઃ કૃષિ મંત્રાલય

એસોસિયેશને વર્તમાન રૂ મોસમ માટેના ઉત્પાદનનો અંદાજ આગલી મોસમની 312.40 લાખ ગાંસડી સામે 317 લાખ ગાંસડીનો મૂકવાની સાથે 60.59 લાખ ગાંસડી ખૂલતી મોસમની પુરાંત અને 50 લાખ ગાંસડીની આયાતના અંદાજ સાથે કુલ પુરવઠો આગલી મોસમની 392.59 લાખ ગાંસડી સામે વધીને 427.59 લાખ ગાંસડી રહેવાની ધારણા મૂકી છે.

વધુમાં વર્તમાન મોસમમાં અંદાજીત કુલ 427.59 લાખ ગાંસડીના પુરવઠા સામે નોન એમએસએમઈ વપરાશ 216 લાખ ગાંસડી (210 લાખ ગાંસડી), એમએસએમઈ વપરાશ 73 લાખ ગાંસડી (89 લાખ ગાંસડી) અને ટેક્સ્ટાઈલ સિવાયના વપરાશનો અંદાજ 16 લાખ ગાંસડી (15 લાખ ગાંસડી) મૂકતા કુલ સ્થાનિક વપરાશી માગનો અંદાજ 305 લાખ ગાંસડી (314 લાખ ગાંસડી)નો મૂકતા શેષ 122.59 લાખ ગાંસડી રહેતાં 15 લાખ ગાંસડીની નિકાસ થતાં મોસમના અંતે 107.59 લાખ ગાંસડીનો સ્ટોક રહેવાનો અંદાજ મૂક્યો છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button