વિદેશી ફંડોનો સતત બાહ્ય પ્રવાહ: ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૦૬.૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બે પૈસા ઘટીને ૮૩.૩૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત માત્રામાં રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૨ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૩૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૬ અને ઉપરમાં ૮૩.૩૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસા ઘટીને ૮૩.૩૪ના મથાળે બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૩૧ ટકા ઘટીને ૧૦૩.૬૦ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૪૫ ટકા ઘટીને બેરલદીઠ ૮૦.૭૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. ઉ