વેપાર

સોના -ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ

મુંબઈ : વૈશ્વિક બજારની સકારાત્મક સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં બુધવારે એમસીએકસ પર સોનાનો ભાવ 160 રૂપિયા વધારા સાથે પ્રતિ 10 ગ્રામ 96,111 રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એમસીએક્સ પર ચાંદી રૂપિયા 497 ના વધારા સાથે 97,972 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું.

અમદાવાદ અને મુંબઈમાં સોનાનો ભાવ

જો આપણે સોનાના ભાવની વાત કરીએ તો, અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 97,530, મુંબઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 97,480, ચેન્નાઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 97,480, દિલ્હીમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 97,630, કોલકાતામાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 97,480 રૂપિયા છે.

આપણ વાંચો:  ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત , સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

સોનાના વૈશ્વિક ભાવ

બુધવારે સવારે સોનાના વૈશ્વિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનાનો વૈશ્વિક ભાવ શરૂઆતના વેપારમાં 5.80 ડોલર ઘટીને 3,322.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે ગોલ્ડ સ્પોટ 3.87 ડોલર ઘટીને 3297 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

ચાંદીનો વૈશ્વિક ભાવમાં પણ વધારો

સોના ઉપરાંત ચાંદીના ભાવ પણ વધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર ચાંદી 0.06 વધીને 33.37 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે સિલ્વર સ્પોટ 33.26 પ્રતિ ડોલર ઔંસ પર ફ્લેટ ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button