વેપાર

કેપિલરી ટૅકનાં શૅરનું ત્રણ ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ બાદ બાઉન્સબૅક

નવી દિલ્હીઃ કેપિલરી ટેક્નોલૉજીનાં શૅરનું આજે શૅરદીઠ રૂ. 577નાં ઈશ્યૂ ભાવ સામે અંદાજે ત્રણ ટકા જેટલા ડિસ્કાઉન્ટના ભાવથી લિસ્ટિંગ થયા બાદ બાઉન્સબૅક જોવા મળ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે બીએસઈ ખાતે શૅરનું લિસ્ટિંગ શૅરદીઠ રૂ. 577ના ઈશ્યૂ ભાવ સામે 2.94 ટકા ડિસ્કાઉન્ટ અથવા તો રૂ. 560ના મથાળે ખૂલ્યા બાદ 6.39 ટકા વધીને 613.90 સુધી પહોંચ્યો હતો.

આપણ વાચો: જોખમી પરિબળોમાં વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠે વૈશ્વિક સોનાચાંદીમાં બાઉન્સબૅક

જોકે, સત્રના અંતે ભાવ 5.18 ટકાના વધારા સાથે રૂ. 606.90ના મથાળે બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે એનએસઈ ખાતે શૅરનું લિસ્ટિંગ 0.88 ટકાના ઘટાડા સાથે રૂ. 571.90ના મથાળે થયા બાદ ભાવ 7.62 ટકા વધીને રૂ. 621 સુધી પહોંચ્યા હતા અને સત્રના અંતે 5.11 ટકા વધીને રૂ. 606.50ની સપાટીએ બંધ રહ્યા હતા.

નોંધનીય બાબત એ છે કે ગત મંગળવારે કેપિલરી ટેક્નોલૉજીસ ઈન્ડિયા લિ.નું ભરણું અંતિમ તારીખે 52.95 ટકા ભરાઈ ગયું હતું. રૂ. 877.5 કરોડનાં આ ભરણા માટેની પ્રાઈસબૅન્ડ શૅરદીઠ રૂ. 549થી 577 નિર્ધારિત કરવામાં આવી હતી. તેમ જ આઈપીઓમાં રૂ. 345 કરોડનાં નવા ઈશ્યૂનો અને 92,28,796 શૅર ઑફર ફોર સેલનો સમાવેશ થતો હતો.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button