વેપાર

સોનું ખરીદવાની સુવર્ણ તક રખે ગુમાવતા…. 81000 રૂપિયા સુધી જઈ શકે છે ભાવ

દેશભરમાં તહેવારોની ધૂમ ચાલી રહી છે. તહેવારોના દિવસોમાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. જો તમે પણ સોના અને ચાંદીના ઘરેણાં ખરીદવા અથવા આ કિંમતી ધાતુમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો હાલમાં સોનુ ચાંદી ખરીદવાની સારી તક છે, કારણ કે, છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડા સાથે ભારતમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ભારતમાં 24 કેરેટ સોનાનો દર 10 ગ્રામ દીઠ રૂ. 71,494 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 65,489 પ્રતિ 10 ગ્રામ બોલાઇ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાના ભાવમાં 0.16 ટકાનો ઘટાડો થયો છે. ચાંદી અત્યારે 822.78 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહી છે.

હાલમાં અમેરિકી ડૉલર બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને ડૉલરમાં આ મજબૂતાઈને કારણે સોના માટે નકારાત્મક પરિબળ નિર્માણ થયું છે અને તેના ભાવ ઘટી રહ્યા છે. અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ ડેટા ખરાબ રહ્યો છે. તે જ સમયે, અન્ય ઘણા મેક્રો આર્થિક ડેટા હજી આવવાના બાકી છે. આ આંકડા બાદ જાણવા મળશે કે યુએસ સેન્ટ્રલ બેંક આ મહિને વ્યાજદરમાં કેટલો ઘટાડો કરશે.

બજારના જાણકારોનું કહેવું છે કે જો આ અઠવાડિયે આવનારા યુએસ મેક્રો ડેટા યુએસની નબળી અર્થવ્યવસ્થા દર્શાવતા હશે તો સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. મંગળવારે નબળા મેન્યુફેક્ચરિંગ ડેટા આવ્યા બાદ સોનામાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.

ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ ગોલ્ડમેન સૅક્સે રોકાણકારોને સલાહ આપી છે કે આવનારા સમયમાં સોનાના ભાવ વધશે તેથી આ કિંમતી ધાતુમાં વિશ્વાસ રાખો. સાદી ભાષામાં સમજીએ તો તેણે હાલના તબક્કે સોનામાં રોકાણ કરવાની સલાહ આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button