મથકો પાછળ સિંગતેલ અને કપાસિયા તેલમાં નરમાઈ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 58 રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો તેમ જ આજે સ્થાનિક સ્તરે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં આયાતી તેલમાં સોયા રિફાઈન્ડના ભાવમાં 10 કિલોદીઠ રૂ. પાંચનો અને મથકો પાછળ દેશી તેલમાં સિંગતેલ અને કપાસિયા રિફાઈન્ડના રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1250, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1283, ઈમામીના આરબીડી પામોલિનના રૂ. 1260, ગોકુલ એગ્રોના સોયા રિફાઈન્ડના રૂ. 1262 અને જી-વનના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1261 અને રૂ. 1251 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપાર નિરસ રહ્યા હતા.
વધુમાં આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 40,000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 900થી 1250માં થયા હતા, જ્યારે રાજકોટ મથકે ગઈકાલની શેષ 11,000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 900થી 1145માં થયાના અહેવાલ હતા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1285, સોયા રિફાઈન્ડના રૂ. 1280, સન રિફાઈન્ડના રૂ. 1480, સિંગતેલના રૂ. 1415, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1310 અને સરસવના રૂ. 1505ના મથાળે રહ્યા હતા તેમ જ ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2205માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1375માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.



