વેપાર

વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં તેજીનો કરંટ, અંદાજે ૫૦૦-૬૦૦ ટન આરબીડી પામોલિનના વેપાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૯૭ સેન્ટનો ઉછાળો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૩૭ પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. વધુમાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૮૬ રિંગિટનો ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી તેલમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો, જેમાં ૧૦ કિલોદીઠ અસોયા ડિગમમાં રૂ. ૧૫, આરબીડી પામોલિનમાં રૂ. ૧૩, સોયા રિફાઈન્ડ અને સન ક્રૂડમાં રૂ. ૧૦ અને ક્રૂડ પામતેલ અને સન રિફાઈન્ડમાં રૂ. પાંચ વધી આવ્યા હતા.

વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહેતાં ડાયરેક્ટ ડિલિવરી શરતે અંદાજે ૫૦૦થી ૬૦૦ ટન આરબીડી મારોલિનના વેપાર થયા હતા, જેમાં અલાનાના ૧૦ કિલોદીઠ રૂ. ૮૯૦થી ૮૯૫માં અને એએનએ તથા ગોલ્ડન એગ્રીના અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૮૯૦ અને રૂ. ૮૯૫માં થયા હતા. જોકે, આજે મોડી સાંજે ડાયરેક્ટ ડિલિવરી શરતે રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૯૦૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૩૫ અને સન રિફાઈન્ડના રૂ. ૯૪૦, અલાનાના આરબીડી પામોલિનના મે ડિલિવરી શરતે રૂ. ૮૯૫ અને ૧થી ૧૦ જૂન ડિલિવરી શરતે રૂ. ૮૯૦ તથા ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. ૮૯૮ ક્વૉટ થઈ રહ્યા હતા.

આજે સ્થાનિકમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૮૯૫, ક્રૂડ પામતેલના રૂ. ૮૮૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૨૦થી ૯૨૫, સોયા ડિગમના રૂ. ૮૮૫, સન રિફાઈન્ડના રૂ. ૯૨૦, સન ક્રૂડના રૂ. ૮૬૫, સિંગતેલના રૂ. ૧૫૩૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૫ અને સરસવના રૂ. ૧૦૭૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતના મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૩૫થી ૯૪૦માં અને રૂ. ૧૪૭૫માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૬૦માં થયા હતા.

વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે એક લાખ ગૂણી સોયા સીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૫૦૦થી ૪૭૨૫માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૭૫૦થી ૪૮૫૦માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૩૦થી ૯૩૫માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વધુમાં આજે રાજસ્થાનના મથકો પર સરસવની ૩.૫૦ લાખ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૫૮૨૫થી ૫૮૫૦માં થયા હતા. આ સિવાય એક્સપેલર અને કચ્ચીઘાણીના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૦૮૧ અને રૂ. ૧૦૯૧માં તથા સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૭૭૦થી ૨૭૭૫માં થયાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button