વેપાર

દૂરદર્શી અને વિકસિત ભારત તરફ દોરી જતું અંદાજપત્રઃ અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આજે નાણાં પ્રધાને જાહેર કરલું વર્ષ 2026-27નું અંદાજપત્ર દેશના વેપારીઓ, ઉદ્યોગકારો, રોકાણકારો, ખેડૂતો અને ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો માટે આત્મવિશ્વાસથી ભરેલો સકારાત્મક સંદેશ આપે છે, એમ અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક યાદીમાં જણાવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બજેટ દૂરદર્શી વિચારધારા, વ્યવહારુ નીતિઓ અને આર્થિક સશક્તીકરણનું ઉત્તમ સંયોજન છે, જે ભારતને વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ નિર્ણાયક રીતે આગળ વધારશે.

આપણ વાચો: ખાદ્યતેલના જૂના ડબ્બા પર પ્રતિબંધનો કડક અમલ: સૌરાષ્ટ્રમાં ફફડાટ અને ભાવવધારાની ભીતિ

કોન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)નાં મહામંત્રી અને નવી દિલ્હીના ચાંદની ચોકનાં સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે બજેટના વિવિધ પ્રાવધાનો દેશની નિકાસને મજબૂતી આપશે અને ભારતીય ઉત્પાદનો માટે નવા વૈશ્વિક બજારો ખોલવામાં સહાયક સાબિત થશે.

વધુમાં તેમણે જણાવ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સશક્ત, નિર્ણાયક અને દૂરદર્શી નેતૃત્વનું મજબૂત પ્રતિબિંબ છે, જેમના માર્ગદર્શન હેઠળ ભારત વૈશ્વિક આર્થિક પડકારો છતાં સતત પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યું છે. આ બજેટ તેની સર્વસમાવેશક દૃષ્ટિ, મજબૂત કાર્યયોજનાઓ અને સ્પષ્ટ દિશા દ્વારા દેશના આર્થિક પાયાને વધુ મજબૂત બનાવે છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button