વેપાર

બીએસઇ અને એનએસઇ હવેથી ₹ ૧૦૦૦ કરોડની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓપર જાપ્તો વધારશે

મુંબઇ: ભારતીય શેરબજારનું કદ દિવસે ને દિવસે વધી રહ્યું છે. શેરબજારમાં તેજી જ નહિ પરંતુ માર્કેટમાં વધી રહેલ રોકાણ બેઝ પર વિસ્તરી રહ્યો છે અને તેથી જ આ સ્તરે બજાર અને રોકાણકારોનો વિશ્ર્વાસ જાળવી રાખવો અને કઈ ન બનવા જેવું ન બને તે માટે સતત સતર્ક રહેવાની જરૂર છે. આ જ તકેદારીના ભાગરૂપે એન્હાન્સડ સર્વેલન્સ મેઝર્સ (ઇએસએમ) ફ્રેમવર્ક બજારમાં લાગુ કરવામાં આવી હતી. હવે મંગળવાર, ૧૩ ઓગસ્ટથી સ્ટોક એક્સચેન્જો આ ઈએસએમ ફ્રેમવર્કનું વિસ્તરણ કરશે. એનએસઈ અને બીએસઈ દ્વારા સૂચિત આ ઈએસએમ વિસ્તરણમાં હવે રૂ. ૧૦૦૦ કરોડ સુધીની માર્કેટકેપ ધરાવતી મેઈનબોર્ડ કંપનીઓનો સમાવેશ થશે. અગાઉ ઈએસએમ ફ્રેમવર્ક રૂ. ૫૦૦ કરોડથી ઓછી માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ માટે જ મર્યાદિત હતી. ગત વર્ષે જૂનમાં શરૂ કરાયેલ ઈએસએમ મિકેનિઝમનો હેતુ સ્મોલ-કેપ શેરોમાં ભારે વોલેટિલિટીને દૂર કરવાનો છે અને રોકાણકારોના હિતનું રક્ષણ કરવાનો છે.

શુક્રવારે બીએસઈ અને એનએસઈએ જાહેરાત કરી હતી કે ઈએસએમ ફ્રેમવર્ક હવે રૂ. ૧૦૦૦ કરોડથી ઓછી માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓને આવરી લેશે. આ ફ્રેમવર્ક હેઠળ સિક્યોરિટીઝની પસંદગી માટેના માપદંડોમાં ભાવમાં નોંધપાત્ર ભિન્નતા અને નજીકના ભાવની વધઘટનો સમાવેશ થાય છે. ઈએસએમ ફ્રેમવર્કના સ્ટેજ વન હેઠળ, ૫ાંચ ટકા અથવા બે ટકાના પ્રાઇસ બેન્ડ સાથે ટ્રેડ ફોર ટ્રેડ (ટીટૂટી)ના ધોરણે શેરોમાં ટ્રેડિંગને માન્યતા છે. આ સિવાય સ્ટેજ-૨માં સમાન ટ્રેડ ફોર ટ્રેડ મિકેનિઝમ હેઠળ સ્ટોકમાં બે ટકાનો જ પ્રાઇસ બેન્ડ હશે.

બીએસઈ ઈન્ડાયસીસમાં ફેરફાર
મુંબઇ: શેરબજારના વિવિધ ઇન્ડેક્સમાં સૂચિત ફેરફારો અનુસાર શુક્રવાર, નવમી ઓગસ્ટ, ૨૦૨૪થી અફકોમ હોલ્ડિંગ્સ લિ. બીએસઈ એસમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ હોવાથી તેના શેરોને ૧૨ ઓગસ્ટ, ૨૦૨૪થી બીએસઈ એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સમાં સમાવવામાં આવશે. શુક્રવાર, નવમી ઓગસ્ટ, ૨૦૨૪થી ઓલા ઈલેક્ટ્રિક્ મોબિલિટી લિ. લિસ્ટ થઈ હોવાથી તેના શેરોને ૧૩ ઓગસ્ટ, ૨૦૨૪થી બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સમાં સમાવવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker