વેપાર

ડૉલર સામે રૂપિયામાં ૧૪ પૈસાનું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો થવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી, તેજીનો અન્ડરટોન રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં પણ ડૉલર સામે રૂપિયામાં સતત બીજા સત્રમાં સુધારાતરફી વલણ રહેતાં ૧૪ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને ૮૩.૧૭ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૪ના બંધ સામે સુધારાના ટોને ૮૩.૩૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૪ અને ઉપરમાં ૮૩.૧૬ સુઘી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૪ પૈસાના સુધારા સાથે ૮૩.૨૦ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૯૨૬.૦૫ કરોડની નીકળેલી ચોખ્ખી લેવાલી ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬૪ ટકા ઘટીને બેરલદીઠ ૭૯.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અને વિદેશી ફંડોના આંતરપ્રવાહને ટેકે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળતાં ડૉલર સામે રૂપિયો ૮૨.૯૦થી ૮૩.૫૦ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૭૧.૯૫ પૉઈન્ટની અને ૧૨૩.૯૫ પૉઈન્ટની તેજી જોવા મળી હોવાથી રૂપિયાના સુધ ઉારાને પ્રેરકબળ મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button