વેપાર

ખાંડમાં ₹ ૧૦થી ૨૦નો ઉછાળો

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૧૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના નિર્દેશો હતા.
જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને આવતીકાલથી શરૂ થઈ રહેલા નવરાત્રોત્સવને કારણે રિટેલ સ્તરની માગ પ્રબળ રહેતાં હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૦નો અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦થી ૨૦નો ઉછાળો આવ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ ક્વિન્ટલે રૂ. ૨૦ વધી આવ્યા હતા.

આજે સ્થાનિકમાં અંદાજે ૨૯થી ૩૦ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત આવતીકાલથી નવરાત્રીના તહેવારોને ધ્યાનમાં લેતા રિટેલ સ્તરની માગ પ્રબળ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. તેમ જ માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૦ના ઉછાળા સાથે રૂ. ૩૭૧૨થી ૩૮૦૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ અને ઉપલા મથાળેથી રૂ. ૨૦ વધીને રૂ. ૩૮૧૨થી ૩૯૫૨માં થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની પ્રબળ માગને ટેકે ભાવ ક્વિન્ટલે રૂ. ૨૦ વધી આવ્યા હતા, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૮૫થી ૩૭૨૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૬૫થી ૩૮૨૫માં ગુણવત્તાનુસાર ધોરણે થયાના અહેવાલ હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત