વેપાર

અમેરિકન શૅરબજારમાં મોટી તેજી, ટ્રેઝરી યીલ્ડ ઠંડી પડવાથી ટૅક્નોલૉજી શેરોમાં ગરમાટો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વોલ સ્ટ્રીટના મુખ્ય ઈન્ડેક્સ ૧૦ નવેમ્બરે મોટા સુધારો સાથે બંધ થયા છે. ટ્રેઝરી યીલ્ડનો ઉછાળો શાંત થવાને કારણે હેવીવેટ ટેકનિકલ અને ગ્રોથ શેરોથી બજારને તેજીનું ટ્રીગર મળ્યું છે. જ્યારે રોકાણકાર મોંઘવારી અને અન્ય આર્થિક આંકડાની પ્રતીક્ષા કરી રહ્યાં છે.

ટેકનોલોજી હેવી નાસ્ડેક કમ્પોઝિટે ટકાવારીના ધોરણે ૨૬ મે પછીનો તેની સૌથી મોટો સિંગલ-ડે ઉછાળો નોંધાવ્યો છે. વ્યાજ દરના વિશેમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની કડક ટિપ્પણી બાદ સત્રમાં ઘટાડા બાદ ઇક્વિટીમાં બાઉન્સબેક જોવા મળ્યું છે. નવમી નવેમ્બરે એસએન્ડપી ૫૦૦ અને નેસ્ડેકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

રોકાણકારનું ધ્યાન બેન્ચમાર્ક ટ્રેઝરી યીલ્ડ પર છે, જો ૧૬ વર્ષના ઉચ્ચતમ સ્તરથી અમુક હદ સુધી ઓછી થઈ શકે છે. મોનેટરી પોલિસી પર પણ નજર રહેશે, કારણ કે વિશ્ર્લેષકોની એવી અટકળ છે કે ફેડરલ રિઝર્વ મોંઘવારી નિયંત્રિત કરવા માટે દર વધી શકે છે.

માર્કેટ એનાલિસ્ટે કહ્યું છે કે, પાછલા અમુક સપ્તાહમાં આ તેજી જોવા મળી છે. આવતા સપ્તાહે પ્રોડ્યૂસર્સ અને રિટેલ સેલ્સના આંકડાની સાથે કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ રિપોર્ટ પર બારીકીથી નજર રાખવામાં આવશે. આ રિપોર્ટ વ્યાજ દર અનુમાનોને વધું નક્કર આકાર આપશે. રોકાણકારને આશા છે કે આગામી મોંઘવારી ડેટા બજાર માટે પોઝિટીવ રહેશે.

આ વર્ષ બજારને ઉપર લઇ જવા વાળી મેગાકેપ કંપનીઓના શેરોમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી છે. નેવીડીઆમાં લગભગ ત્રણ ટકાનો વધારો થયો છે. મેટા પ્લેટફોર્મ ૨.૬ ટકા વધ્યો અને માઈક્રોસોફ્ટ ૨.૫ ટકા વધ્યો છે. કંપની સમાચારમાં ઇલ્યુમિનાના શેરોમાં આઠ ટકાનો ઘટાડો આવ્યો છે. જેનેટિક ટેસ્ટિંગ કંપનીએ સતત બીજા ક્વાર્ટર માટે તેના સંપૂર્ણ રીતે વર્ષના નફાના પૂર્વાનુમાનને ઓછી કરી છે.

ગયા સપ્તાહ દરમિયાન, ડાઉ જોન્સ લગભગ ૦.૭ ટકા વધ્યો છે. એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ ૧.૩ ટકા વધ્યો છે. નેસ્ડેક ૨.૪ ટકા વધ્યો છે. નેસ્ડેકમાં ૬૧ નવા હાઈ બને અને ૩૫૩ નવા લો જોવા મળ્યા છે. જ્યારે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ પર ૭૦ નવા હાઈ અને ૧૫૨ નવા લો બન્યા છે. ગયા ૨૦ સત્રોમાં લગભગ ૧૧ અબજ ડેલી એવરેજની સરખામણીમાં, અમેરિકન એક્સચેન્જમાં લગભગ ૧૦.૨ અબજ શેરોમાં ખરીદી-વેચાણ જોવા મળ્યું છે.

સ્થાનિક બજારમાં અંતિમ સત્રમાં સેન્સેક્સ નેગેટિવ ઝોનમાંથી પોઝિટીવ ઝોનમાં પાછું ફર્યું હતું. વિશ્ર્વબજારના નબળા સંકેત અને એફઆઇઆઇની એકધારી વેચવાલીને કારણે નિરસ બનેલા હવામાનમાં સત્રના મોટાભાગના સમયમાં નેગેટીવ ઝોનમાં અથડાયા બાદ છેલ્લા તબક્કામાં મેટલ, પાવર યુટીલિટી અને ફાઇનાન્શિયલ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટીવ ઝોનમાં સહેજ આગળ વધવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૭૨.૪૮ પોઈન્ટ અથવા ૦.૧૧ ટકા વધીને ૬૪,૯૦૪.૬૮ પર બંધ થયો હતો. એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેકસ નિફ્ટી ૩૦.૦૫ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા વધીને ૧૯,૪૨૫.૩૫ પર પહોંચ્યો હતો. સપ્તાહના અંતે થયેલા સુધારા સાથે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ રૂ. ૪૩.૮૧ લાખ કરોડના વધારા સાથે રૂ. ૩,૨૦,૨૯,૨૩૨.૨૪ કરોડના સ્તરે પહોંચી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત