વેપાર

વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૫૮૦નો અને ચાંદીમાં ₹ ૧૬૩૪નો ચમકારો

ફેડરલ દ્વારા વ્યાજદરમાં મોટી માત્રામાં કાપનો આશાવાદ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકામાં ગઈકાલે જાહેર થયેલા રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથીઆગામી નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો આશાવાદ વધતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૭થી ૫૮૦નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થતા વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીના ભાવ પણ ઘટ્યા મથાળેથી રૂ. ૧૬૩૪ ઉછળી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૭ વધીને રૂ. ૭૧,૫૮૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮૦ વધીને રૂ. ૭૧,૮૭૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૬૩૪ વધીને રૂ. ૮૨,૯૭૧ના મથાળે રહ્યા હતા. ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના યુએસ જોબ ઓપનિંગ ડેટા સાડા ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા હોવાથી ફેડરલ દ્વારા આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૫૧૫.૪૬ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૯ ટકા વધીને ૨૫૪૯.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૪૩ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૬૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ