વેપારશેર બજાર

બજાર પર મંદીવાળા હાવી: બેન્ચમાર્ક કોન્સોલિડેશન સાધીને રિબાઉન્ડ થવાનો પ્રયાસ કરશે

ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઈ: બજાર અનેક પ્રતિકૂળ સંજોગોમાં ઘેરાઇ ગયું છે. આમાં મુખ્યત્વે ઇરાન અને ઇઝરાયલના સંઘર્ષમાં નવો વળાંક કેવો આવે છે અને તેની તીવ્રતા કેવી રહે છે તે મહત્ત્વનું છે. ચાઇના ફેટકર અને યુએસ ટ્રેઝરી બિલ્સની યિલ્ડમાં વધારા સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની વેચવાલી વધુ તીવ્ર બનવાની આશંકા છે. બજારની મુવમેન્ટને કોર્પોરેટ પરિણામ અસર કરશે અને આ પરિણામ નબળા આવવાની ચર્ચા છે. દેશના ઇતિહાસમાં સૌથી મોટા એવા રૂ. ૧૭,૮૦૦ કરોડના હ્યુન્ડાઈના આઇપીઓ પર પણ બજારની નજર રહેશે. આ ઉપરાંત યુએસરીટેલ સેલ્સ ડેટા, ઇસીબીનો વ્યાજ દરનો નિર્ણય, ચાઇના જીડીપી ડેટાની પણ બજાર પર અસર જોવા મળશે.

સમીક્ષા હેઠળના સપ્તાહમાં સેન્સેક્સ ૦.૪ ટકા ઘટીને ૮૧,૩૮૧ પોઇન્ટની સપાટી પર હતો, અને નિફ્ટી ૦.૨ ટકા ઘટીને ૨૪,૯૬૪ પોઇન્ટની સપાટી પર હતો, જ્યારે વ્યાપક બજારોએ બેન્ચમાર્ક સૂચકાંકો કરતાં વધુ સારો દેખાવ કર્યો હતો, કારણ કે નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦ સૂચકાંકો પ્રત્યેક ૧.૩ ટકા વધ્યા હતા.

આ સપ્તાહેે બજાર કોન્સોલિડેશન અને વોલેટિલિટીમાં ઘટાડા સાથે રિબાઉન્ડ કરવાનો પ્રયાસ કરશે. બજારના સહભાગીઓ સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણી, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા આઇપીઓ, યુએસ રિટેલ વેચાણ, ઇસીબી વ્યાજ દરનો નિર્ણય, ચીનના ત્રીજા કવાર્ટરના જીડીપી અને ક્રૂડ ઓઇલના ભાવ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વેલ્યુએશનની ચિંતાઓ, કોર્પોરેટ પરિણામો માટે નીચું આઉટલૂક, હરિયાણાની ચૂંટણીમાં ભાજપની જીત અને એફઆઇઆઇની સતત વેચવાલી વચ્ચે બજાર ૧૧ ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સાધારણ ઘટીને કોન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશ્યું હતું. આ અગાઉના સપ્તાહમાં ૪.૫ ટકાના તીવ્ર કરેક્શન નોંધાયું હતું. સપ્તાહ દરમિયાન આરબીઆઈ દ્વારા નીતિવિષયક વલણમાં ફેરફાર નજીકના ગાળામાં રેટ કટની શક્યતા દર્શાવતો નથી.

બીજા ક્વાર્ટરના પરિણામ અને આગામી સમય માટેના ગાઇડન્સ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને એચડીએફસી બેન્ક જેવા હેવીવેઇટ શેરો પર થનારી અસર ઉપરાંત હ્યુન્ડાઇ મોટર્સનાસ પ્રાઇમરી માર્કેટના સૌથી મોટા સથી મોટા આઇપીઓની પણ બજારના માનસ પર મોટી અસર જોવા મળશે.

આ અઠવાડિયે, બજારે મિશ્ર વલણ દર્શાવ્યું હતું અને નરમ ટોન સાથે બંધ થયું હતું. ભારતીય બજાર હાલમાં વધુ પડતા ઊંચા મૂલ્યાંકન અને બીજા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામ નબળા રહેવાની ધારણાને કારણે કોન્સોલિડેશનના તબક્કામાં છે. તેનાથી વિપરીત, વિદેશી ફંડો ચાઇનનાના સંદર્ભે આર્બિટ્રેજની તકોનો લાભ ઉઠાવી રહ્યા છે. હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર રાજ્યની ચૂંટણીઓમાં શાસક પક્ષના અપેક્ષા કરતાં વધુ મજબૂત પ્રદર્શને સ્થાનિક બજારમાં આશાવાદની એક લહેર લાવી હતી. પરિણામે, વ્યાપક બજારે થોડી સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી અને નિફ્ટી૫૦ ઇન્ડેક્સે ૨૪,૮૦૦ના સ્તરે ટેકો મળવાની સાથે બાઉન્સ બેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ સમર્થન કામચલાઉ પુરવાર થયું. આ અઠવાડિયે, બજાર તેની સકારાત્મકતા જાળવી શક્યું નથી, અને નિફ્ટી ૫૦ ૨૫,૦૦૦ની નીચે બંધ થયો છે.

કોર ફુગાવામાં અણધાર્યા વધારા અને વર્તમાન ભૌગોલિક રાજકીય પડકારોને લીધે, યુએસ ૧૦-વર્ષની ટ્રેઝરી યીલ્ડમાં તાજેતરમાં થયેલા વધારાએ એફઆઇઆઇ અન્ય બજારો તરફ વળવા પ્રેરાયા છે. આ વલણ ટૂંકા ગાળામાં ઇક્વિટી એસેટ કામગીરીને અસર કરે તેવી અપેક્ષા છે. આવતા અઠવાડિયે, બીજા ક્વાર્ટરના પરિણામો પર રોકાણકારોની ખાસ નજર રહેશે.

ટેકનિકલી, એકંદરે નિફ્ટી આ સપ્તાહમાં ૨૪,૭૦૦-૨૫,૫૦૦ની રેન્જમાં રહેવાની શક્યતા છે. ઉપરની બાજુએ ૨૫,૨૦૦-૨૫,૩૦૦ પછી ૨૫,૫૦૦એ નિર્ણાયક અવરોધ છે અને ડાઉનસાઇડ પર, ૨૪,૯૦૦ એ ઇન્ડેક્સ માટે તાત્કાલિક સમર્થન છે. સાપ્તાહિક ઓપ્શન્સ ડેટા દર્શાવે છે કે ૨૫,૦૦૦ની સપાટી બજારને આગળ વધવા માટે મહત્ત્વનું સ્તર પુરુ પાડે તેવી શક્યતા છે, જેમાં ઊંચી બાજુએ ૨૫,૫૦૦ પર અવરોધ અને નીચલી બાજુએ ૨૪,૭૦૦ પર સપોર્ટ છે.

આ અઠવાડિયે મુખ્ય ફોકસ સપ્ટેમ્બર ૨૦૨૪ ક્વાર્ટરની કમાણીની મોસમ પર રહેશે જે ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસે ગયા અઠવાડિયે ઇન-લાઇન નંબરો જાહેર કરીને શરૂ કરી હતી. હવે બધાની નજર આવતા અઠવાડિયે ઈન્ફોસિસના પરિણામો અને આખા વર્ષની આવક વૃદ્ધિ માર્ગદર્શન પર મેનેજમેન્ટ કોમેન્ટ્રી પર રહેશે.

ત્રિમાસિક કમાણીના સ્કોરકાર્ડ જાહેર કરનારી અન્ય નિફ્ટી કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચસીએલ ટેક્નોલોજીસ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, બજાજ ઓટો, એક્સિસ બેંક, એલટીઆઇમાઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, વિપ્રો અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓ ઇન્ડેક્સમાં ૩૮ ટકાથી વધુ વેઇટેજ ધરાવે છે.

એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની, જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ, એલ એન્ડ ટી ફાઇનાન્સ, એન્જલ વન, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, પીવીઆર ઈંગઘડ, આદિત્ય બિરલા મની, એલ એન્ડ ટી ટેક્નોલોજી સર્વિસ, એમફેસિસ, સીએટ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, હેવેલ્સ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, જિંદાલ સ્ટેનલેસ, પોલીકેબ ઈન્ડિયા, ટાટા કેમિકલ્સ, ટાટા કોમ્યુનિકેશન્સ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપની, જિંદાલ સો, એલએન્ડટી ફાઈનાન્સ, ઓબેરોય રિયલ્ટી, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, એમસીએક્સ ઈન્ડિયા અને આરબીએલ બેંક પણ પરિણામ જાહેર કરશે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker