વેપાર અને વાણિજ્ય

ઓટો, રિયલ્ટી અને પાવર ઈન્ડેક્સમાં સુધારો, માર્કેટ કૅપ ₹ ૪૦૬.૫૫ લાખ કરોડ

મુંબઇ: સેન્સેક્સ ઓલટાઈમ હાઈ સપાટી વટાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ખાસ કરીને ઓટો, રિયલ્ટી અને પાવર શેરોમાં સારી લેવાલી અને ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ મંગળવારે આગલા ૭૪,૬૭૧.૨૮ ના બંધથી ૧૮૮.૫૦ પોઈન્ટ્સ (૦.૨૫ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૭૪,૮૦૦.૮૯ ખૂલી ઉપરમાં ૭૫,૧૧૧.૩૯ સુધી અને નીચામાં ૭૪,૩૪૬.૪૦ સુધી જઈને અંતે ૭૪,૪૮૨.૭૮ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૨ કંપનીઓ વધી હતી જ્યારે ૧૭ કંપનીઓ ઘટી હતી જ્યારે ૧ કંપની સ્થિર રહી હતી. માર્કેટ કેપ રૂ. ૪૦૬.૫૫ લાખ કરોડ રહ્યું હતું.બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૨૧ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૧૧ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૦૨ ટકા અને બીએસઈ લાર્જકેપ ૦.૧૩ ટકા ઘટ્યા હતા જ્યારે બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૦૧ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૪૯ ટકા અને બીએસઈ સ્મોલ કેપ ૦.૧૦ ટકા વધ્યા હતા જ્યારે બીએસઈ ઓલ કેપ ઈન્ડેક્સ સ્થિર રહ્યો હતો.

આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૪ ટકા ઘટ્યો હતો જ્યારે એસએમઈ આઈપીઓ ૦.૫૦ ટકા વધ્યો હતો.સેક્ટરલ ઈન્ડાયસીસમાં ઓટો ૧.૭૦ ટકા, રિયલ્ટી ૧.૪૬ ટકા, પાવર ૧.૦૪ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી ૦.૯૩ ટકા, યુટિલિટીઝ ૦.૮૦ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૧૨ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૦૭ ટકા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૦૧ ટકા વધ્યા હતા જ્યારે આઈટી ૦.૯૮ ટકા, ટેક ૦.૯૮ ટકા, મેટલ ૦.૮૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૮૫ ટકા, કોમોડિટીઝ ૦.૫૬ ટકા, એનર્જી ૦.૪૯ ટકા, હેલ્થકેર ૦.૪૪ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૩૩ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૩૩ ટકા, એફએમસીજી ૦.૨૦ ટકા, બેન્કેક્સ ૦.૧૫ ટકા અને સર્વીસીસ ૦.૦૯ ટકા ઘટ્યા હતા. બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૬૨.૧૬ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૬૩૫ સોદામાં ૭૮૯ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૫૧,૭૫,૧૬૧ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) એ મંગળવારે રૂ. ૧,૦૭૧.૯૩ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…