વોલ સ્ટ્રીટની પાછળ એશિયાઇ શૅરબજારો ગબડ્યા, મોટાભાગના શૅરબજાર રજાને કારણે બંધ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ/હોંગકોંગ: બ્રિટનનો ઇન્ડેક્સ બુધવારે ઊંચો ખુલ્યો હતો જ્યારે જાપાન અને ઓસ્ટ્રેલિયન બજારોમાં ઘટાડો થયો હતો, મોટાભાગના બજારો રજા માટે બંધ હતા. દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સના સ્ટોક્ એક્સચેન્જીસ નીચી સપાટીએ ગબડ્યા હતા અને એપ્રિલ મહિનો અમેરિકન શેરબજારો માટે સપ્ટેમ્બર પછીનો સૌથી ખરાબ મહિનો પુરવાર થયો છે.
ડાઉ ફ્યુચર્સ ઇન્ડેક્સમાં ૦.૧ ટકાનો અને એસએન્ડપી-૫૦૦ ફ્યુચર્સમાં ૦.૩ ટકાનો ઘટાડો થયો હોવાથી અમેરિકન શેરબજારનો માહોલ બગડ્યો હતો. લંડનનો ફૂટસી ૧૦૦ ઇન્ડેક્સ બુધવારના પ્રારંભના ટ્રેડિંગમાં ઇન્ડેક્સ ૦.૨ ટકા વધીને ૮,૧૫૯.૪૬ પર ખૂલ્યો હતો. રોકાણકારો યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
એપ્રિલમાં દેશની ફેક્ટરી પ્રવૃત્તિમાં હળવા સંકોચન થયા બાદ ટોક્યોનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૦.૩ ટકા ઘટીને ૩૮,૨૭૪.૦૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો, કારણ કે એયુ જીબુન બેંકમાંથી મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજરનો ઇન્ડેક્સ માર્ચમાં ૪૮.૨થી વધીને એપ્રિલમાં ૪૯.૬ થયો હતો. નોંધવું રહ્યું કે, ૫૦ની નીચેનું પીએમઆઇનું સ્તર સંકોચનનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ૫૦નું સ્તર કોઈ ફેરફાર સૂચવે છે.
જાપાની યેન હજુ પણ અથડાતો રહ્યો છે. બુધવારે, યુએસ ડોલર ૧૫૭.૭૪ યેન સામે વધીને ૧૫૭.૯૭ જાપાનીઝ યેન પર પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો પી-એએસએક્ ૨૦૦ ઇન્ડેક્સ ૧.૨ ટકા ઘટીને ૭,૫૬૯.૯૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ટરનેશનલ લેબર ડેની રજાના કારણે અન્ય બજારો બંધ રહી હતી.
મંગળવારે, એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ છ ટકા ગગડ્યો અને ૫,૦૩૫.૬૯ પર બંધ થઇને પાછલા છ મહિનામાં પ્રથમ નુકસાની ધરાવતો મહિનો નોંધાવ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૧.૫ ટકા ઘટીને ૩૭,૮૧૫.૯૨ પોઇન્ટની સપાટી પર અને નેસ્ડેક કમ્પોઝિટ બે ટકા ઘટીને ૧૫,૬૫૭.૮૨ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો હતો.
અમેરિકન કામદારોએ વર્ષના પ્રથમ ત્રણ મહિના દરમિયાન વેતન અને લાભોમાં અપેક્ષા કરતાં વધુ લાભ મેળવ્યા હોવાના અહેવાલને કારણે ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સ્ટોક્સ ભારે વેચવાલી સાથે ગબડવા લાગ્યા હતા. કામદારો માટે આ સારા સમાચાર છે અને નક્કર જોબ માર્કેટનો નવીનતમ સંકેત છે, પરંતુ તેને કારણે ફુગાવા ઉપરનું દબાણ વધતું રહેવાની ચિંતા પણ ઊભી રહે છે.
અત્યાર સુધીના ડેટા અને અહેવાલો એવું સૂચવે છે કે, ફુગાવો જડ વલણ સાથે ઊંચી સપાટીએ ટકી રહ્યો છે. આને પરિણામે મોટાભાગના ટ્રેડરોએ એવી આશા છોડી દીધી છે કે ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજ દરોમાં બહુવિધ કપાત અમલી બનાવશે. આ પરિસ્થિતિમાં બોન્ડ માર્કેટમાં ટ્રેઝરી યીલ્ડમાં વધારો થતો રહે છે અને તેને કારણે ઇક્વિટી માર્કેટ પર દબાણ વધતું જાય છે.
રોકાણકારો એપ્રિલમાં તેમના હિસાબકિતાબને અંતિમ સ્વરૂપ આપતા પહેલા શોર્ટ કવરિંગ કરી રહ્યાં હોવાથી મંગળવારના સત્રમાં અંતિમ તબક્કામાં શેરોમાં જોરદાર વેચવાલી અને પીછેહઠ જોવા મળી હતી. રોકાણકારોમાં ફેડરલ રિઝર્વની વ્યાજદરને લગતી બુધવારે બપોરે થનારી જાહેરાત અગાુ સાવચેતીનું માનસ જોવા મળ્યું હતું.
આ મીટિંગમાં ફેડરલ રિઝર્વ તેના મુખ્ય વ્યાજ દરમાં ફેરફાર કરશે એવી કોઈને અપેક્ષા નથી. પરંતુ ફેડરલના ચેરમેન જેરોમ પોવેલ બાકીના વર્ષ વિશે શું કહેશે તે અંગે ટ્રેડર્સ ચિંતિત છે. વિશ્ર્લેષકોની અપેક્ષા કરતાં તાજેતરના ક્વાર્ટરમાં નબળા પરિણામો અને આવકની જાણ કર્યા પછી જીઇ હેલ્થકેર ટેક્નોલોજીસ ૧૪.૩ ટકા ગગડ્યો હતો. જ્યારે અપેક્ષા કરતાં વધુ સારા નફાની જાણ કરવા છતાં એફ- ફાઇવ ૯.૨ ટકા ગબડ્યો હતો.
તાજેતરના ક્વાર્ટરમાં તેનો નફો વિશ્ર્લેષકોની અપેક્ષાઓ સામે ઊણો આવ્યા પછી મેકડોનાલ્ડ્સ ૦.૨ ટકા ગબડ્યો હતો. ઇઝરાયલને કંપનીના માનવામાં આવતા સમર્થન પર મુસ્લિમ બહુમતી બજારોમાંથી બહિષ્કાર દ્વારા, વિદેશમાં તેના ફ્રેન્ચાઇઝ્ડ સ્ટોર્સ પર વેચાણના વલણોને નબળા પાડવાથી તેને નુકસાન થયું હતું.
બજારની ખોટને અંકુશમાં રાખવામાં ૩એમના શેરના ઉછાળાને કારણે મદદ મળી હતી, જે આગાહી કરતાં મજબૂત પરિણામો અને આવકની જાણ કર્યા પછી ૪.૭ ટકા ઊછળ્યો હતો. ડાયાબિટીસ અને સ્થૂળતા માટેની તેની મૌંજારો અને ઝેપબાઉન્ડ દવાઓના મજબૂત વેચાણ પર અપેક્ષા કરતાં વધુ સારો નફો મેળવ્યા બાદ એલી લિલીનો શેર છ ટકા જેવો ઊછળ્યો હતો. તેણે આખા વર્ષ માટે આવક અને નફા માટેના અંદાજમાં પણ વધારો કર્યો છે.
એસોસિએટેડ પ્રેસે અહેવાલ આપ્યા બાદ કેનાબીસ કંપનીઓના સ્ટોકમાં પણ વધારો થયો છે. કેનાબીસ ઉત્પાદક ટિલરે બ્રાન્ડ્સ ૩૯.૫ ટકા ઉછળ્યો હતો. કમાણીની રિપોર્ટિંગ સીઝન અત્યાર સુધીની અપેક્ષા કરતાં ઘણી સારી રહી છે. માત્ર વોલ સ્ટ્રીટ પર પ્રભુત્વ ધરાવતી ટેક કંપનીઓએ જ નહીં, પરંતુ ઉદ્યોગોની શ્રેણીમાં પણ અનેક કંપનીઓએ સારી કામગીરી બજાવી છે.
બોન્ડ માર્કેટમાં, ૧૦-વર્ષની ટ્રેઝરી પરની ઉપજ બુધવારે ૪.૬૧ ટકાથી વધીને ૪.૬૯ ટકા થઇ છે. બેન્ચમાર્ક યુએસ ક્રૂડ ૧.૦૪ ઘટીને ૮૦.૮૯ પ્રતિ બેરલ બોલાયું હતું. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૯૨ સેન્ટ ઘટીને ૮૫.૪૧ ડોલર પ્રતિ બેરલ બોલાયું છે. ચલણના વેપારમાં, યુરોની કિંમત ૧.૦૬૬૭ હતી, જે ૧.૦૬૬૩ થી વધી છે.