વેપાર

જાપાનના બિઝનેસ કોન્ફિડેન્સનો વધારો અને અમેરિકાનું શટડાઉન ટળવાથી એશિયાઇ બજારોમાં સુધારો

બેંગકોક: જાપાનનો બિઝનેસ કોન્ફિડેન્સના પોઝિટીવ ડેટા સાથે અમેરિકાનું શટડાઉન ટળી ગયું હોવાના અહેવાલો વચ્ચે એશિયાઇ બજારોમાં સુધારાનો પવન ફૂંકાયો હતો. એશિયન શેરો સોમવારના ટે્રડિગમાં મોટે ભાગે ઊંચા હતા અને ઘણા બજારો રજાઓ માટે બંધ હતા. ચીનમાં બજારો અઠવાડિયાની રજા માટે બંધ છે. દક્ષિણ કોરિયામાં પણ બજારો બંધ હતા. અમેરિકામાં કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે ફેડરલ એજન્સીઓને 17 નવેમ્બર સુધી ખુલ્લી રાખવા માટે કામચલાઉ ભંડોળ બિલને મંજૂરી આપ્યા પછી યુએસ ફેડરલ સરકારના શટડાઉનનો ભય ઓછો થતાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા હતો અને યુએસ ફ્યુચર્સમાં પણ ઊંચી સપાટી જોવા મળી હતી.

સેન્ટ્રલ બેંકના સર્વેક્ષણમાં વેપારનો વિશ્વાસ, બિઝનેસ કોન્ફિડેન્સ વધી રહ્યો હોવાનું દર્શાવ્યા બાદ જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ ઊંચટી સપાટીએ પહોંચ્યો હતો. બેન્ક ઓફ જાપાનના ટેન્કન ત્રિમાસિક સર્વેક્ષણે મોટા ઉત્પાદકોમાં બિઝનેસ કોન્ફિડેન્સ જૂનના પાંચ ટકાની સરખામણીએ લગભગ બમણો થઇ નવ પોઇન્ટ થઇ ગયો હતો. મોટા નોન-મેન્યુફેક્ચરર્સમાં સેન્ટિમેન્ટ ચાર પોઈન્ટ વધીને 27 પોઇન્ટ થયો છે, જે સતત છઠ્ઠા ક્વાર્ટરમાં સુધારણા છે અને લગભગ ત્રણ દાયકામાં સૌથી સકારાત્મક પરિણામ છે.

ટોક્યોમાં નિક્કી 225 ઇન્ડેક્સમાં પ્રારંભિક સુધારો ઘોવાઇ ગયા બાદ, તે 0.3 ટકા ઘટીને 31,759.88 પર પહોંચ્યો હતો. ઓસ્ટે્રલિયાનો પી, એએસએક્સ 200 બેન્ચમાર્ક 0.2 ટકા ઘટીને 7,033.20ની સપાટીએ પહોચ્યો હતો. તાઈવાનનો તાઇએક્સ 1.2 ટકા વધ્યો હતો, જ્યારે બેંગકોકમાં એસઇટી 0.1 ટકા ઊંચું હતું. શુક્રવારે, વોલ સ્ટ્રીટ વર્ષનો સૌથી ખરાબ મહિનો વધુ નુકસાન સાથે બંધ થયો. એસએન્ડપી 500 ઇન્ડેક્સ 0.3 ટકા ઘટીને 4,288.05 પર અને ડાઉ 0.5 ટકા ઘટીને 33,507.50 પર આવી ગયા. નાસ્ડેક કમ્પોઝિટ 0.1 ટકા વધીને 13,219.32 પર પહોંચ્યો હતો.

ઇન્ફ્લેશનના અનુકૂળ સંકેતને આધારે પ્રારંભમાં સહેજ પીછેહઠ પછી, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ ટે્રઝરી યિલ્ડ પાછું વધવા લાગ્યું હતું. 10-વર્ષની ટે્રઝરી યીલ્ડ 4.58 ટકા પર પાછી આવી, જે ફરીથી 2007 પછીના ઉચ્ચતમ સ્તરની નજીક છે. ફેડરલ હજુ પણ ઊંચા ફુગાવાને તેના લક્ષ્ય સુધી ધકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને ઊંચા વ્યાજ દરોનું તેનું મુખ્ય સાધન અર્થતંત્રને ધીમું કરવાનો પ્રયાસ કરીને અને રોકાણ માટે કિમતોને નુકસાન પહોંચાડીને કરે છે. ફેડનો મુખ્ય વ્યાજ દર 2001 પછી તેના સર્વોચ્ચ સ્તરે છે અને કેન્દ્રીય બેંકે ગયા અઠવાડિયે સૂચવ્યું હતું કે તે આવતા વર્ષે વ્યાજદરમાં અગાઉની અપેક્ષા કરતાં ઓછો ઘટાડો કરી શકે છે. શુક્રવારના આર્થિક ડેટા દર્શાવે છે કે ફુગાવો ઓગસ્ટમાં અપેક્ષિત કરતાં વધુ ઠંડો હતો એટલું જ નહીં, યુએસ ગ્રાહકો દ્વારા ખર્ચમાં પણ વધારો થયો હતો, જે ફુગાવા માટે સકારાત્મક હોઈ શકે છે પરંતુ તે યુએસ અર્થતંત્રને મંદીમાંથી બહાર રાખવા માટે એક પ્રેરકબળ બની શકે છે.

યુએસ સ્ટુડન્ટ-લોન રિપેમેન્ટ ફરી શરૂ થવાથી ગ્રાહકોના ખર્ચમાંથી વધુ ડોલર દૂર થઈ શકે છે જેણે અર્થવ્યવસ્થાને ચાલુ રાખવામાં મદદ કરી છે. ક્રૂડ ઓઇલની કિમતો એક વર્ષથી વધુ સમયના તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, જે દરેક માટે ઇંધણના ખર્ચમાં વધારો કરીને અર્થતંત્ર પર દબાણ લાવી રહી છે. સોમવારની શરૂઆતમાં, ન્યૂયોર્ક મર્કેન્ટાઇલ એક્સચેન્જ પર ઇલેક્ટ્રોનિક ટે્રડિગમાં યુએસ ક્રૂડનો એક બેરલ 34 સેન્ટ વધીને 91.13 ડોલર પ્રતિ બેરલ હતો. તે શુક્રવારે 92 સેન્ટ ઘટીને 90.79 ડોલર પર સ્થિર થયો હતો, પરંતુ તે હજુ પણ જૂનમાં 70 ડોલર સામે ખૂબ ઊંચટી સપાટીએ છે.

ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં 20.7 ટકા ચક્રવૃદ્ધિ દરે વળતર

મુંબઈ: કોરોના, લોકડાઉન, ઊંચો ફુગાવો, વ્યાજ દરમાં વધારો, રશિયા-યુક્રેન સંઘર્ષ, ક્રૂડના ભાવમાં વધારો અને એનબીએફસી કટોકટી જેવા પડકારો વચ્ચે ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડે સારી કામગીરી બજાવી છે. આઇપ્રૂ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડની ચાર વર્ષની ઉપરોક્ત પડકારો વચ્ચે કામગીરીને ધ્યાનમાં લઇએ તો જાન્યુઆરી 2019થી ઓગસ્ટ 2023ના ગાળા દરમિયાન ચક્રવૃદ્ધિ દરે 20.7 ટકાનું વળતર નોંધાયું છે, બીજી શબ્દોમાં એક લાખના રોકાણનું મૂલ્ય રૂ. 38 લાખ નોંધાયું છે. આની સામે બેન્ચમાર્ક નિફ્ટી 500 ટીઆરઆઇમાં સમાન રોકાણ રૂ.1.94 લાખ થાય, એટલે કે 15.5 ટકાની સીએજીઆર મળે. અન્ય ઇન્ડેક્સ જોઇએ તો ફંડે નિફ્ટી 500 ટીઆરઆઈ કરતાં પાંચથી 11 ટકા વધુ ઊંચો ગ્રોથ નોંધ્યો છે. ફંડમાં જો ઉપરોક્ત ગાળામાં માસિક રૂ.10,000ના ધોરણે રૂ. 5.6 લાખનું એસઆઇપી રોકાણ થયું હોય તે તેનું મૂલ્ય રૂ. 10.44 લાખ એટલે કે 27.25 ટકાનું ચક્રવૃદ્ધિ વળતર દર્શાવે છે. સ્કીમના બેન્ચમાર્કમાં સમાન રોકાણથી 17.91 ટકાનું વળતર રહ્યું છે. આઇપ્રૂ ઓપોર્ચ્યુનિટીઝે સતત તેના બેન્ચમાર્ક, નિફ્ટી 500 ટીઆરઆઈની એક, બે, ત્રણ અને ચાર વર્ષની સમયમર્યાદા કરતાં વધુ પ્રદર્શન કર્યું છે. ત્રણ અને ચાર વર્ષના સમયગાળામાં ફંડે અનુક્રમે 36.3 ટકા અને 27.1 ટકા વળતર નોંધાવ્યું છે તો બેન્ચમાર્કમાં 22.7 ટકા અને 18.1 ટકાનું જોવાયું છે. ફંડની શઆતના સમયથી (જાન્યુઆરી 2019)થી ઓગસ્ટ 2023 સુધીના રોલિંગ 3-વર્ષના વળતરના આધારે આઇપ્રૂ ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝે સરેરાશ 28 ટકા વળતર આપ્યું છે, જ્યારે બેન્ચમાર્કે તે જ સમયગાળા દરમિયાન માત્ર 13.8 ટકા વળતર આપ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button