વેપાર અને વાણિજ્ય

રૂપિયો નબળો પડતાં સોનામાં ₹ ૨૬૯નો સુધારો, સ્ટોકિસ્ટોની વેચવાલીએ ચાંદી ₹ ૧૨૨૦ તૂટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાનાં અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં એકંદરે અન્ડરટોન નરમાઈનો રહ્યો હતો તેમ છતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૮થી ૨૬૯નો સુધારો આવ્યો હતો. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવ વધુ કિલોદીઠ રૂ. ૧૨૨૦ ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨૨૦ ઘટીને રૂ. ૮૭,૭૦૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હોવા છતાં રૂપિયો નબળો પડવાથી આયાત પડતર વધી આવતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૮ વધીને રૂ. ૭૧,૧૫૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૬૯ વધીને રૂ. ૭૧,૪૪૫ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા પાંખાં કામકાજો વચ્ચે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૦૫.૫૧ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩૩ ટકા ઘટીને ૨૩૦૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૨.૦૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૯.૧૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં જોવા મળેલી સોનાની તેજીને મુખ્યત્વે ચીનની કેન્દ્રવર્તી બૅન્કની ખરીદીનો મોટો ટેકો મળી રહ્યો હતો. સામાન્યપણે ચીનની સોનામાં સતત લેવાલી નથી રહેતી, પરંતુ તબક્કાવાર ખરીદી રહેતી હોય છે અને હવે ખરીદી અટકી હોવાથી સોનાની વધઘટનો આધાર ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડની વધઘટ પર અવલંબિત રહેશે. તેમ જ રોકાણકારોની નજર આવતીકાલે સમાપન થઈ રહેલી ફેડરલની બેઠક પશ્ર્ચાત્ અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વ્યાજદરમાં કપાતની શરૂઆત ક્યારથી કરવામાં આવશે તેનાં સંકેતો પર રહેશે, એમ એક વિશ્ર્લેષકે જણાવ્યું
હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર