ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયોમાં મહિલાઓ પુરુષો કરતાં વધારે શાણી?
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
૨૧મી સદીમાં જયારે મહિલાઓએ પુરુષોને બૅન્કિંગ, વીમા, મેડિકલ, એજયુકેશન, બિઝનેસ અને વ્યવસાયમાં કટ્ટર ફાઇટ આપીને તેઓની એક આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે સવાલ એ થાય છે કે ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ શું તેઓ પુરુષ સમોવડી છે કે તેનાથી બે ડગલાં આગળ? બૉકલેઝ વેલ્થ એન્ડ લેડબર રિસર્ચે ૨૦૧૧ના તેના રિપોર્ટમાં તારણ કાઢયું છે કે હકીકતમાં મહિલાઓ પુરુષો કરતાં સ્ટોક માર્કેટના રોકાણમાં વધારે સફળ છે અને તેના કારણોમાં જણાવેલ છે કે….
મહિલાઓની વ્યવહારુ કુશળતા :
પુરુષો ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયો ગમે તેટલા રિસર્ચ કર્યા પછી કરે પણ જયારે ખરેખર બાય કે સેલ કરવાનો સમય આવે છે ત્યારે તેઓનું થિકિંગ રેશનલ નથી રહેતું અને લાલચમાં કે વધારે પડતા આત્મવિશ્ર્વાસમાં ઇન્વેસ્ટમેન્ટના અપરિપકવ નિર્ણયો લઇ લે છે, કમાવવાની બાબતમાં તેઓ વધારે પડતા ગ્રીડી હોય છે, જયારે મહિલાઓ તેના નિર્ણયો સમજી વિચારીને લેતી હોય છે, તેમના બાય કે સેલના નિર્ણયો આવેશમાં નહીં પણ વ્યવહારીક હોય છે તેથી જ દુનિયામાં મહિલાઓ બેસ્ટ બાર્ગેઇનર્સ અને બેસ્ટ સેવર્સ ગણાય છે. બીજી અગત્યની વાત એ છે કે સામાન્ય રીતે પુરુષો સ્વભાવે અભિમાની હોય છે, તેઓ કોઇ શૅરમાં ઇન્ટ્રા ડે ટ્રેડર હોય અને નુકસાન થાય તો તેનું અભિમાન તેના ખોટા નિર્ણયને સ્વીકારતા અટકાવે છે અને લોસ બુક કરવાના બદલે તે આ સોદાને સોર્ટ ટર્મ કે લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં ફેરવી કાઢે છે જેમાં કેટલીયવાર મોટું નુકસાન થતું જોવા મળે છે.
રિસર્ચ બેઝડ ઇન્વેસ્ટમેન્ટ:
કેટલાય કેસીસમાં જોવા મળે છે કે પુરુષો ઇમ્પ્લસીવ બાય નેચર હોય છે અને લાલચમાં આવીને પૂરું રિસર્ચ કર્યા વગર ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયો લે છે જયારે મહિલાઓ રિસર્ચ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પસંદ કરે છે.
ધીરજ : રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે મહિલાઓ હેબીચ્યુઅલ ટ્રેડર નથી તેથી તેઓના ટ્રાન્ઝેકશન પ્રમાણમાં ઓછા હોય છે જેથી ટ્રાન્ઝેકશન કોસ્ટ ઓછી લાગે છે. મહિલાઓનું ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણમાં લોંગ ટર્મ હોય તે પ્રોફિટેબલ હોવાની શક્યતા વધારે છે.
સ્ટ્રેટેજીનો અભાવ: ઓરેગન યુનિવર્સિટીના માર્ચ ૨૦૦૯ના સર્વેમાં એ હકીકત બહાર આવી છે કે પુરુષો જયારે માર્કેટ ડાઉન હોય છે ત્યારે લોસ બુક કરવાના બદલે ટર્ન એરાઉન્ડની આશામાં સ્ટોકને હોલ્ડ કર્યા કરે છે જે અલ્ટિમેન્ટલી કાં તો હોલ્ડિંગ પિરિયડ લંબાવે છે અથવા લોસ વધાર્યા કરે છે. મહિલાઓ બાય નેચર ફિયરફૂલ હોય છે તેથી જયારે સ્ટોકમાં કે સ્ટોક માર્કેટમાં મંદીનો દૌર શરૂ થાય ત્યારે લોસ બુક કરી નુકસાન કંટ્રોલ કરે છે.
મહિલાઓ કયારેય તેનું તમામ ઇન્વેસ્ટમેન્ટ રિસ્કી એસેટસ સ્ટોકમાં નથી કરતી પણ તે બ્રોડબેઝડ સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, સોના વગેરેમાં હોય છે અને બચતનો મોટો ભાગ હાથ ઉપર રોકડના સ્વરૂપમાં ઇર્મજન્સી માટે હોય છે. વિશ્ર્વભરમાં પુરુષો તેમની સ્ટોક માર્કેટમાં ઝડપી નાણાં કમાવવા માટે તેમની બચત ઉપરાંત લોન લઇને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તેમાં જો નિષ્ફળતા મળે તો તેની સજા આખું ઘર ભોગવે છે પણ મહિલા ઇન્વેસ્ટરોના કેસમાં એવું ભાગ્યે જ જોવા મળે છે કે કોઇ મહિલાએ લોન કે ઉછીના લઇને નાણાં સ્ટોકમાં રોકયાં હોય તેથી મહિલાઓનું રોકાણ જો નિષ્ફળ જાય તો પણ ઘરના સદસ્યોની લાઇફ સ્ટાઇલમાં ફરક નથી પડતો. પુરુષો તેના ઇન્વેસ્ટમેન્ટનો નફો પણ મૂડી સાથે વધારે કમાવવાની લાલચમાં સ્ટોકમાં રોકયા કરે છે જયારે મહિલાઓ નફો ઘર ભેગો કરતી રહે છે જેથી ઓવરઓલ રિસ્કનુર્ં પ્રમાણ ઓછું રહે છે.
ધ બીઍડઝટાઉન લેડીઝ : અમેરિકાના ઇલીનોઝ રાજ્યના બીઍડઝટાઉન શહેરમાં ૧૯૮૩માં મહિલાઓના એક જૂથે ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપ સ્થાપ્યું જેનો ઉદ્દેશ સ્ટોક માર્કેટમાં રોકાણ કરી નાણાં કમાવવાનો હતો. ૧૯૯૭ સુધીમાં આ ગ્રૂપે વાર્ષિક ૧૫.૩ ટકાના દરે નફો કર્યો હતો! આ કલબે પ્રાઇઝ વોટરહાઉઝ નામની પ્રતિષ્ઠિત ઓડિટ ફર્મ પાસે તેમના ચોપડા ઓડિટ કરાવ્યા તેમાં પણ એ સાબિત થયું કે ૧૯૮૪થી ૧૯૯૩ના સમય દરમિયાન આ ગ્રૂપે ૯.૧ ટકાનું વળતર રોકાણ પર કમાયેલું જે ૧૯૮૩થી ૧૯૯૭ના સમય દરમિયાન વધીને ૧૫.૩ ટકા હતું. જે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ૫૦૦ના ૧૭.૨ ટકા રિટર્ન સામે સારું ગણાય. આ ગ્રૂપને તેની એચિવમેન્ટસ માટે અમેરિકામાં બહુ પ્રસિદ્ધિ મળી અને તેનાં કાર્યો ઉપર ‘ધ બીર્યડઝટાઉન લેડીઝ કોમન સેન્સ ઇન્વેસ્ટમેન્ટ ગાઇડ’ નામની બેસ્ટ સેલર બુક બહાર પડી તેટલું જ નહીં ત્યારબાદ બીજી ચાર બુક આ શ્રેણીમાં બહાર પડી છે! તો સમય આવી ગયો છે કે પુરુષો મહિલાઓને ઘર કી મુલગી દાલ બરાબર ના સમજે અને તેમને ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયોમાં ભાગીદાર બનાવે તેમાં જ તેનો ફાયદો છે. કારણ કે ૨૦મી સદીના અમેરિકાના વિખ્યાત લેખક જેમ્સ થુરબરે સાચું જ કહ્યું છે કે “વીમેન આર વાઇઝર ધેન મેન બીકોઝ ધે નોઝ લેસ બટ અંડરસ્ટેન્ડ મોર.