પાછળ બીજી બસ આવે જ છે
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
બિઝનેસમાં સફળતા અને નિષ્ફળતાના કારણો શોધવામાં સમયની બરબાદી જ છે કારણકે દરેક નિર્ણય તે સમયે સમજી વિચારીને જ લીધેલો હોય છે, પણ તેના ધાર્યા પરિણામો ન આવતા તેમ ના કહી શકાય કે તે નિર્ણય અયોગ્ય હતો. કહેવાય છે ને કે ધંધો શરૂ કર્યા પછી ૧૦૦૦ દિવસનો સમય ધંધાને સેટ થવા આપવો જરૂરી છે પણ તેમ છતાં પણ કંઇ ગેરેન્ટી તો નથી જ કે સફળતા મળશે.
ઘણીવાર આપણે લાઇફમાં વિદ્યાર્થી અવસ્થામાં, વ્યવસાયમાં, નોકરીમાં, સામાજિક વ્યવહારોમાં જો કોઇ તક ગુમાવેલી હોય તો તેનો જિંદગીભર અફસોસ કરતા રહીએ છીએ કે સાલી બસ ચુકાઇ ગઇ પણ એમ ક્યારેય નથી વિચારતા કે એક બસ ગઇ તો બીજી બસ જરૂર આવશે.
રિચાર્ડ બેન્સન: ૧૮ જુલાઇ ૧૯૫૦ના જન્મેલા રિચાર્ડ બેન્સન આજે ૪૦૦ કંપનીઓના સીઇઓ અને બ્રિટનની વર્જીન એરલાઇન્સના માલિક છે. બેન્સને માત્ર ૧૬ વર્ષની ઉંમરે સ્કૂલમાં “સ્ટુડન્ટ નામનું મેગેઝિન બહાર પાડીને અને ૧૯૭૨માં મેઇલ ઑર્ડરના જમાનાનો ક્રેઝનો લાભ લઇને ઑડિયો રેકોર્ડનો બિઝનેસ કરીને સારા એવા નાણાં કમાઇને ૧૯૮૦મા વર્જીન ગ્રૂપની સ્થાપના કરીને ૨૦૧૨મા ફોર્થ રિચેસ્ટ બ્રિટિશ નાગરિક તરીકે ફોર્બ્સ ૨૦૧૨ના લિસ્ટમાં સ્થાન મેળવેલું હતું. બાળપણ અને બિઝનેસ પૉલિસીઓ : બેરિસ્ટરનો દીકરો બેન્સનનો ઉછેર સારા ઘરમાં થયેલો હતો. પણ આજના શ્રીમંત મા-બાપો કે જે તેના સંતાનોને શોફર ડ્રીવન કારમાં સ્કૂલ, કોલેજ કે કલાસીસમાં મોકલે છે તેના બદલે તેની મા એ તેનો ઉછેર અલગ રીતે જ કર્યો હતો. રિચાર્ડ ડિસલેકસિક (જે ભણવામાં બહુ મંદ કે સ્લો હોય અને સમજતા વાર લાગે) હોવા છતાં તેની મા તેને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માગતી હતી તેથી તે જયારે ચાર વર્ષે સ્કૂલે જવા લાગ્યો ત્યારે તેની મા તેની કારમાંથી તેની સ્કૂલથી બે કે ત્રણ માઇલ પહેલા તેને ઉતારી દેતી હતી અને કહેતી કે જ તારી રીતે રસ્તો ગોતીને સ્કૂલે જા અને તેવી જ રીતે પાછો આવજે, મા કઠણ કાળજુ કરીને દીકરાનું ભવિષ્ય ઘડતી હતી! કેટલીય વાર બેન્સન રસ્તો ભૂલી જતો પણ ફરી પાછો સાચા રસ્તે આવી જતો હતો. તેની માનું કહેવું હતું કે તમે કોઇ ચીંધેલા રસ્તે ચાલીને તમારી મંજિલ તય ના કરી શકો તેના માટે તમારે તમારો પોતાનો રસ્તો ડ્રો કરવો પડે! તે ભણવામાં પણ એટલો જ સ્લો હોય આઇકયુ પણ બહુ ઓછો હતો તેમ છતાં તેને ૧૫ વર્ષની ઉંમર સુધી સ્કૂલે ગયો પછી ભણવાનું છોડી દીધું. રિચાર્ડની સમજણ પ્રમાણમાં સ્લો હોવાના કારણે તેણે નકકી કર્યું કે જીવનમાં તકો તો બસની જેમ આવે છે, એક છૂટી જશે તો બીજી બસ જરૂર આવશે. તેના બિઝનેસનો મંત્ર છે કે બિઝનેસ હંમેશાં ગટ ફિલિંગથી જ કરવો જોઇએ તેથી કોઇ પણ વેન્ચરની શરૂઆતમાં તે કયારેય કોઇ એકાઉન્ટન્ટને સાથે રાખવાના નહી કે નહીં તેને ક્ધસલ્ટ કરવાના ! કોઇ પણ ધંધો શરૂ કરતા પહેલા તેના માટે મજબૂત આત્મવિશ્ર્વાસ જરૂરી છે, નફા નુકસાન તો પછીની વાત છે.
રિચાર્ડે જ્યારે સ્કૂલમાં “સ્ટુડન્ટ મેગેઝિન ચાલુ કરેલું ત્યારે તેને માત્ર જર્નાલિઝમમાં અને એડિટોરિયલ કામમાં દિલચસ્પી હતી પણ જયારે લાગ્યું કે મેગેઝિનને ટકાવી રાખવામાં મેગેઝિનના પ્રકાશક થવું જરૂર છે તેણે આ જવાબદારી સ્વીકારેલી કારણ કે આ મેગેઝિન તેનું ડ્રીમ હતું.
રિચાર્ડનું બીજું કહેવું છે કે લાઇફમાં કોઇ પણ વેન્ચર શરૂ કરો ત્યારે તેમાં નિષ્ફળતા પણ મળી શકે તેવી શકયતા મનમાં જરૂર રાખો જેથી જો નિષ્ફળતા મળે તો નાસીપાસ ના થઇ જવાય.
આ ડીસલેકસીક છોકરો આજ યુ.કે.ના બિઝનેસ જગતમાં છવાઇ ગયેલો છે, તેની બિઝનેસ સ્ટાઇલ પણ બહુ યુનિક છે. તે કહે છે કે તમારે તમારા પોતાના પાછળ એટલો ખર્ચ નહીં કરવો જોઇએ કે તમારા માટે કામ કરતા લોકો તેમને નાના સમજે, તેના કરતા એ સારું રહેશે કે જરૂરમંદ લોકોને સહાય કરીએ. ૩૦ માર્ચ ૨૦૦૦ના રોજ બકિંગહામ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સે તેને ‘સર’નો ઇલકાબ આપેલો હતો. ૨૦૦૨માં ગે્રટેસ્ટ બ્રિટન્સન લિસ્ટમાં તે ૮૫માં સ્થાને હતો. ૨૦૦૭માં ટાઇમ મેગેઝિનના ૧૦૦ મોસ્ટ ઇન્ફલુએન્શિયલ પીપલમાં તેનું સ્થાન હતું. આવા તો અસંખ્ય અવૉર્ડ અને ઇલકાબો તેણે પ્રાપ્ત કર્યા છે. રિચાર્ડની મહાનતા એ છે કે તેને કોઇ જાતનું અભિમાન નથી તે જે તેના ધંધાની સફળતાની વાત જેટલા ઉત્સાહથી કરશે તેટલા જ ઉત્સાહથી તેની નિષ્ફળતાની વાતો કરશે.
રિચાર્ડ અને એક સમયના મહાન લોન ટેનિસ પ્લેયર અમેરિકાના જહૉન મેકનરો વચ્ચે એ એક સમાનતા છે કે બન્ને બહુ આશાવાદી છે જયારે ૧૯૮૦માં પ॥ કલાકની વિમ્બલ્ડનની ફાઇનલ મેચમાં લગાતાર ફાઇનલ જીતતા બોર્ગ સામે મેકનરોની હાર થઇ ત્યારે તેણે તેના રિએકશન આપતા કહેલું કે ‘ધેર ઇઝ ઓલવેઝ ટુમોરો’ અને ત્યાર પછીના જ વર્ષે તેણે બોર્ગને હાર આપીને કારકિર્દી કાયમને માટે ખતમ કરી દીધી. બ્રેન્સન પણ કહે જ છે ને કે “ધેર ઇઝ નેકસટ બસ’ તેનું એમ પણ કહેવું છે કે “ધ બ્લુન્સ ઓન્લી હેવ વન લાઇફ એન્ડ ધ ઓન્લી વે ઓફ ફાઇન્ડિંગ આઉટ ધે વર્ક ઇઝ ટુ એટેમપ્ટ ટુ ફલાઇવ ઇન, ડોન્ટ બી વેરી સિકયોર્ડ ઇન લાઇફ, ટેઇક ચાન્સ !!