વેપાર

બીએસઇના માર્કેટ કેપિટલમાં ₹ ૪.૪૯ લાખ કરોડનો વધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બીએસઈ સેન્સેક્સ મંગળવારે આગલા ૭૨,૭૭૬.૧૩ના બંધથી ૩૨૮ પોઈન્ટ્સ (૦.૪૫ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૭૨,૬૯૬.૭૨ ખૂલી નીચામાં ૭૨,૬૮૩.૯૯ અને ઉપરમાં ૭૩,૨૮૬.૨૬ સુધી જઈને અંતે ૭૩,૧૦૪.૬૧ પર બંધ રહ્યો હતો.સેન્સેક્સની ૨૦ કંપનીઓ વધી હતી જ્યારે ૧૦ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ.૪.૪૯ લાખ કરોડ વધીને રૂ. ૪૦૧.૯૦ લાખ કરોડ રહ્યું હતું.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૫૩ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૫૬ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૭૦ ટકા, બીએસઈ લાર્જકેપ ૦.૬૩ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૮૧ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૯૦ ટકા, બીએસઈ મિડકેપ ૧.૧૪ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૧.૭૯ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૨.૨૫ ટકા જ્યારે એસએમઈ આઈપીઓ ૨.૯૦ ટકા વધ્યા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી ૦.૩૬ ટકા અને હેલ્થકેર ૦.૦૮ ટકા ઘટ્યા હતા જ્યારે યુટિલિટીઝ ૨.૮૦ ટકા, પાવર ૨.૫૧ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૨.૪૦ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૨.૨૭ ટકા, મેટલ ૨.૨૦ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૧૧ ટકા, કોમોડિટીઝ ૧.૮૭ ટકા, સર્વીસીસ ૧.૭૮ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૭૨ ટકા, ઓટો ૧.૬૧ ટકા, એનર્જી ૧.૫૨ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૦૪ ટકા, રિયલ્ટી ૧.૦૩ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી ૦.૯૪ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૩૬ ટકા, આઈટી ૦.૨૭ ટકા, ટેક ૦.૧૪ ટકા અને બેન્કેક્સ ૦.૧૦ ટકા વધ્યા હતા.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ.૨૯.૮૭ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૩૬૦ સોદામાં ૪૦૨ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૫૨,૯૮,૯૭૬ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker