વેપાર અને વાણિજ્ય

શૅરબજારના રોકાણકારોની સંપત્તિમાં ₹ ૧૧ લાખ કરોડનો ઉમેરો

મુંબઇ: શેરબજારમાં પાછલા સપ્તાહે એકંદર નરમ ટોન રહ્યો હોવા છતાં બંને બેન્ચમાર્કમાં સુધારો નોંધાયો હતો. નવી વિક્રમી ઊંચી સપાટી જોવા મળી હતી અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૧ લાખ કરોડનો ઉમેરો નોંધાયો હતો. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૬,૬૯૩.૩૬ના બંધથી ૨૯૯.૪૧ પોઈન્ટ્સ (૦.૩૯ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૭૬,૯૩૫.૪૧ ખૂલી ૧૧ જૂન, ૨૦૨૪ને મંગળવારે નીચામાં ૭૬,૯૯૨.૭૭ અને ગુરુવાર, ૧૩ જૂન, ૨૦૨૪ના રોજ ઉપરમાં ૭૭,૧૪૫.૪૬ સુધી જઈ અંતે ૭૬,૯૯૨.૭૭ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૪૩૪.૮૮ લાખ કરોડ રહ્યું હતું, જે ૭ જૂન, શુક્રવારના અંતે રૂ.૪૨૩.૪૯ લાખ કરોડ હતું. એસએન્ડપી બીએસઈ આઈપીઓ ૩.૪૮ ટકા અને એસએમઈ આઈપીઓ ૧૨.૯૫ ટકા વઘ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૨૯ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૬૮ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૨.૦૨ ટકા, બીએસઈ મિડકેપ ૪.૪૧ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૫.૦૭ ટકા વધ્યા હતા. સેકટરલ ઈન્ડેક્સમાં બીએસઈ કેપિટલ ગુડ્સ ૬.૪ ટકા, રિયલ્ટી ૫.૪૭ ટકા, પીએસયુ ૪.૩ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ ૪.૦૯ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૪૮ ટકા, ઓટો ૩.૦૩ ટકા, હેલ્થ કેર ૨.૭૬ ટકા, ઈન્ફ્રાસ્ટ્રકચર ૨.૭ ટકા, મેટલ ૦.૯૫ ટકા અને બેન્કેક્સ ૦.૧૭ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ આઈટી ૧.૧૨ ટકા, ટેક ૦.૯૭ ટકા અને એફએમસીજી ૦.૮૧ ટકા ઘટ્યા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા પાંચ શેરો હતા: અલ્ટ્રાટેક સિમેન્ટ ૬.૯૧ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૪.૧૭ ટકા, પાવર ગ્રીડ ૩.૭૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૩૯ ટકા અને ટાઈટન ૨.૩૯ ટકા વધ્યા હતા. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરો હતા: હિંદુસ્તાન ુનિલિવર ૩.૯૩ ટકા, ઈન્ફોસિસ ૩.૦૧ ટકા, કોટક મહિન્દ્ર બેન્ક ૨.૧૦ ટકા આઈટીસી ૧.૮૬ ટકા અને તાતા ક્ધસલ્ટન્સી ૧.૫૯ ટકા ઘટ્યા હતા. એ ગ્રુપની ૭૧૪ કંપનીઓમાં ૫૩૪ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૧૩૦ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા. બી ગ્રુપની ૧,૧૭૧ કંપનીઓમાંથી ૯૯૧ સ્ક્રિપ્સ વધી હતી, ૧૭૮ ઘટી હતી અને બે સ્થિર રહી હતી.

સેન્સેક્સમાંની ૧૯ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૧ ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૭૨ સ્ક્રિપ્સ વધી હતી અને ૨૯ સ્ક્રિપ્સ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૧૫૦ સ્ક્રિપ્સ વધી અને ૫૧ ઘટી હતી, મિડકેપમાંની ૧૨૭ સ્ક્રિપ્સમાંથી ૧૦૩ વધી અને ૨૪ ઘટી હતી. સ્મોલ કેપમાંની ૯૯૮ સ્ક્રિપ્સમાંથી ૮૫૧ વધી અને ૧૪૭ ઘટી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી