ગત સપ્તાહે ટોચની ૧૦ કંપનીઓ પૈકી છ કંપનીઓનાં માર્કેટ કેપમાં ₹ ૧.૯૭ લાખ કરોડનો વધારો
નવી દિલ્હી: ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજી આગળ ધપતા ટોચની ૧૦ કંપનીઓ પૈકી છ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ૧,૯૭,૭૩૪.૭૭ કરોડનો વધારો થયો હતો, જેમાં આઈસીઆઈસીઆઈ બૅન્ક અને એચડીએફસી બૅન્ક મોખરે રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧.૯૯ ટકાનો અથવા તો ૧૬૫૩.૩૭ પૉઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને સપ્તાહના અંતે સેન્સેક્સ ૧૩૫૯.૫૧ પૉઈન્ટ અથવા તો ૧.૬૩ ટકાની તેજી સાથે ઐતિહાસિક ૮૪,૫૪૪.૩૧ની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સત્ર દરમિયાન એક તબક્કે ૧૫૦૯.૬૬ પૉઈન્ટ ઉછળીને નવી ૮૪,૬૯૪.૪૬ પૉઈન્ટની ઈન્ટ્રા ડે હાઈ ટોચ બતાવી હતી.
દરમિયાન ગત સપ્તાહ દરમિયાન ટોચની દસ કંપનીઓ પૈકી જે કંપનીઓના માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો છે તેમાં આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટ કેપ રૂ. ૬૩,૩૫૯.૭૯ કરોડ વધીને રૂ. ૯,૪૪,૨૨૬.૮૮ કરોડ, ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ. ૪૪,૩૧૯.૯૧ કરોડ વધીને રૂ. ૯,૭૪,૮૧૦.૧૧ કરોડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. ૧૯,૩૮૪.૦૪ કરોડ વધીને રૂ. ૨૦,૧૧,૫૪૪.૬૮ કરોડ, હિન્દુસ્તાન યુનીલિવરનું માર્કેટ કેપ રૂ. ૧૦,૭૨૫.૮૮ કરોડ વધીને રૂ. ૭,૦૦,૦૮૪.૨૧ કરોડ અને આઈટીસીનું માર્કેટ કેપ રૂ. ૧૩૭૫.૬ કરોડ વધીને રૂ. ૬,૪૩,૯૦૭.૪૨ કરોડની સપાટીએ રહ્યું હતું.
જોકે, સપ્તાહ દરમિયાન ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસનું માર્કેટ કેપ રૂ. ૮૫,૭૩૦.૫૯ કરોડ ઘટીને રૂ. ૧૫,૫૦,૪૫૯.૦૪ કરોડ, ઈન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. ૧૫,૮૬૧.૧૬ કરોડ ઘટીને રૂ. ૭,૯૧,૪૩૮.૩૯ કરોડ, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાનું માર્કેટ કેપ રૂ. ૧૪,૮૩૨.૧૨ કરોડ ઘટીને રૂ. ૬,૩૯,૧૭૨.૬૪ કરોડ અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનું માર્કેટ કેપ રૂ. ૭૭૧૯.૭૯ કરોડ ઘટીને રૂ. ૬,૯૭,૮૧૫.૪૧ કરોડની સપાટીએ રહ્યું હતું. માર્કેટ કેપમાં ટોચનું વૅલ્યુએશન ધરાવતી ટોચની ૧૦ કંપનીઓમાં રિલાયન્સે અગ્રક્રમ જાળવી રાખ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટીસીએસ, એચડીએફસી બૅન્ક, ભારતીએરટેલ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુુનીલિવર, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, આઈટીસી અને એલઆઈસીનો સમાવેશ થાય છે.