વેપાર

બેન્કેક્સ સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા

સાપ્તાહિક ધોરણે તેજી: બીએસઈનું માર્કેટ કૅપ ₹ ૩૨૭.૫૧ લાખ કરોડ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં વિતેલા સપ્તાહે ભારે અફડાતફડી રહી અને તેજી આગળ વધશે એવો આશાવાદ પણ ફરી જાગ્યો. સમીક્ષા હેઠળના ૧૩ નવેમ્બર, ૨૦૨૩થી ૧૭ નવેમ્બર, ૨૦૨૩ સુધીના સપ્તાહ દરમિયાન બેન્કેક્સ સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૩૨૭.૫૧ લાખ કરોડ રહ્યું હતું.
૧૪ નવેમ્બર, ૨૦૨૩ના રોજ નવા વર્ષ નિમિત્તે માર્કેટ બંધ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૬૪,૯૦૪.૬૮ના બંધથી ૮૯૦.૦૫ પોઈન્ટ્સ (૧.૩૭ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૬૫,૪૧૮.૯૮ ખૂલી, ૧૬ નવેમ્બર, ૨૦૨૩ના રોજ ઊંચામાં ૬૬,૩૫૮.૩૭ અને ૧૩ નવેમ્બર, ૨૦૨૩ના રોજ નીચામાં ૬૪,૮૫૩.૩૬ સુધી જઈ અંતે ૬૫,૭૯૪.૭૩ પર બંધ રહ્યો હતો.
બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં સ્મોલ કેપ ઈન્ડેક્સ ૩.૧૮ ટકા, મીડ કેપ ઈન્ડેક્સ ૨.૫૦ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૬૫ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૮૪ ટકા અને બીએસઈ-૫૦૦ ઈન્ડેકસ ૧.૯૬ ટકા વધ્યા હતા. બીએસઈ આઈપીઓ ૨.૯૫ ટકા અને એસએમઈ આઈપીઓ ૧.૫૧ ટકા વધ્યા હતા. બીએસઈ ગ્રીનેક્સ ૧.૯૩ ટકા અને એસએન્ડપી બીએસઈ કાર્બોનેક્સ ૧.૭૧ ટકા વધ્યા હતા.
સેકટરલ ઈન્ડેક્સમાં પીએસયુ ૨.૨૦ ટકા, રિયલ્ટી ૪.૭૬ ટકા, ઓટો ૩.૮૧ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૯૪ ટકા, હેલ્થકેર ૨.૦૪ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૪૦ ટકા, મેટલ ૩.૦૫ ટકા, પાવર ૧.૭૦ ટકા અને એફએમસીજી ૧.૩૦ ટકા, આઈટી ૫.૦૩ ટકા, ટેક ૪.૧૮ ટકા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૬૮ ટકા વધ્યા હતા, જ્યારે એકમાત્ર બેન્કેક્સ ૦.૮૩ ટકા ઘટ્યો હતો.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં ટેક મહિન્દ્રા ૫.૪૮ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ૪.૮૫ ટકા, ઈન્ફોસિસ ૪.૮૦ ટકા, ટાટા મોટર્સ ૪.૪૩ ટકા અને એચસીએલ ટેક ૪.૨૦ ટકાના વધારા સાથે સમાવેશ હતો. એ જ રીતે, સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં એક્સિસ બેન્ક ૩.૪૫ ટકા, બજાજ ફાઈનાન્સ ૩.૧૩ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૨.૮૯ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૭૭ ટકા અને પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૦.૭૬ ટકાના ઘટાડા સાથે સમાવિષ્ટ હતો.
કોર્પોરેટ પરિણામોની વણઝાર ચાલુ છે. ઔદ્યોગિક અને પ્લમ્બિંગ વાલ્વ અને ફીટીંગ્સની ઉત્પાદક આતમ વાલ્વસ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં કુલ આવક રૂ. ૨૩.૧૭ કરોડ નોંધાવી છે, ગયા વર્ષના સમાન સમયગાળાના રૂ. ૧૮.૪૫ કરોડ સામે ૨૫.૫૮ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એબિટા ૫.૪૪ ટકાના વધારા સાથે રૂ. ૩.૮૯ કરોડ અને એબિટા માર્જિન ૧૬.૮૦ રહ્યું છે. કરવેરા પછીનો નફો રૂ. ૨.૧૬ કરોડ અને પીએટી માર્જિન ૯.૩૨ ટકા
રહ્યું છે.
સ્કાય ગોલ્ડ લિમિટેડે ૨૦૨૪ના બીજા ક્વાર્ટરના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં કોન્સોલિડેટેડ ધોરણે કુલ આવક રૂ. ૩૯૬.૮૬ કરોડનોંધાવી છે. જે પાછલા વર્ષના સમાનગાળાના ૩૦૪.૧૧ કરોડ સામે ૩૦.૫૦ ટકાની વૃદ્ધિ છે. એબિટા રૂ. ૧૬.૧૪ કરોડ નોંધાઇ છે, જે ૨૩૮.૪૨ ટકાની વૃદ્ધિ છે. એબિટા માર્જિન ૪.૦૭ ટકા રહ્યું છે. કંપનીએ ૭૧૨.૯૧ ટકાના વધારા સાથે રૂ. ૭.૨૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જ્યારે પીએટી માર્જિનમાં ૧.૮૩ ટકાનો વધારો નોંધાયો છે.
કેપિટલ માર્કેટમાં ટાટા ટેકનોલોજી, ફેડબેન્ક ફાઇનાન્શિયલ, ગંંંધાર ઓઇલ સહિતના આઇપીઓ આવી રહ્યાં છે. આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજરે આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની સહાયક કંપની આદિત્ય બિરલા સનલાઇફઓપન એન્ડેડ ઇકિવટી સ્કીમ આદિત્ય બિરલા સનલાઇફ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક ફંડનો એનએફઓ ૧૦મી નવેમ્બરે કલોઝ કર્યો હતો. એસએમઇ ક્ષેત્રે પણ કેટલાક આઇપીઓ પાઇપલાઇનમાં છે.
એ ગ્રુપની ૭૧૫ કંપનીઓમાં ૫૪૪ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૧૭૧ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા, બી ગ્રુપની ૧,૦૬૧ સ્ક્રિપ્સમાંથી ૭૧૩ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૩૪૪ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને ૪ સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા. સપ્તાહ દરમિયાન કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કુલ રૂ. ૧૬,૧૫૫.૬૬ કરોડનું કુલ કામકાજ થયું હતું. આ સપ્તાહમાં સૌથી વધારે રૂ. ૩,૪૭૯.૪૬ કરોડનું ટર્નઓવર ગુરૂવાર, ૧૬ નવેમ્બર, ૨૦૨૩ના રોજ થયું હતું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button