આઈટી અને રિયલ્ટી સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા, માર્કેટ કેપ 392.81 લાખ કરોડના સ્તરે

મુંબઇ: શેરબજારમાં સપ્તાહ રાબેતામુજબ અફડાતફડીથી ભરપૂર રહ્યું હતું. ચોથી માર્ચ, 2024થી સાતમી માર્ચ, 2024 સુધીના સમીક્ષા હેઠળના સપ્તાહમાં બજારમાં એકંદર તેજી જળવાઇ હતી. ખાસ કરીને આઈટી અને રિયલ્ટી સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા. આઠમી માર્ચ, 2024ના રોજ મહાશિવરાત્રી નિમિતે માર્કેટ બંધ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના 73,745.35 બંધથી 374.04 પોઈન્ટ્સ (0.51 ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે 73,848.19 ખૂલી, 7 માર્ચ, 2024ના રોજ ઊંચામાં 74,245.17 અને 6 માર્ચ, 2024ના રોજ નીચામાં 73,321.48 સુધી જઈ અંતે 74,119.39 પર બંધ રહ્યો હતો. સપ્તાહને અંતે માર્કેટ કેપ રૂ.392.81 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ આઈપીઓ 2.77 ટકા અને એસએમઈ આઈપીઓ 3.47 ટકા ઘટ્યા હતા. એસએન્ડપી બીએસઈ કાર્બોનેક્સ 0.73 ટકા અને એસએન્ડપી બીએસઈ ગ્રીનેક્સ 0.40 ટકા વધ્યા હતા.
બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-200 ઈન્ડેક્સ 0.67 ટકા અને બીએસઈ-500 ઈન્ડેકસ 0.41 ટકા, બીએસઈ મીડ કેપ ઈન્ડેક્સ 0.39 ટકા અને બીએસઈ-100 ઈન્ડેક્સ 0.70 ટકા વધ્યા હતા, જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ 1.93 ટકા ઘટ્યો હતો. સેકટરલ ઈન્ડેક્સમાં ઓટો 1.09 ટકા, બેન્કેક્સ 1.19 ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ 0.60 ટકા, કેપિટલ ગુડ્સ 1.06 ટકા, એફએમસીજી 0.12 ટકા, હેલ્થકેર 0.56 ટકા, મેટલ 3.01 ટકા, ઓઈલ એન્ડ ગેસ 0.74 ટકા, પાવર 1.94 ટકા, પીએસયુ 2.44 ટકા અને ટેક 0.02 ટકા વધ્યા હતા, જ્યારે રિયલ્ટી 0.06 ટકા અને આઈટી 1.20 ટકા ઘટ્યા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં ટાટા મોટર્સ 5.98 ટકા, ભારતી એરટેલ 5.87 ટકા, ટાટા સ્ટીલ 4.61 ટકા, સન ફાર્મા 2.98 ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક 2.43 ટકા વધ્ય હતો. જ્યારે એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ 4.75 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.03 ટકા, બજાજ ફાઈનાન્સ 2.36 ટકા, ઈન્ફોસિસ 2.36 ટકા અને બજાજ ફિનસર્વ 1.96 ટકા ગબડ્યો હતો.