વેપાર

વિશ્ર્વ બજાર પાછળ લીડ સિવાયની તમામ ધાતુઓમાં આગળ ધપતી તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીને તાજેતરમાં જાહેર કરેલા સ્ટિમ્યુલસ પેકેજને ટેકે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓમાં જોવા મળી રહેલા પ્રોત્સાહક વલણને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૨૬ સુધીની તેજી આગળ ધપી હતી. જોકે, આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં મર્યાદિત માગને ટેકે ભાવમાં ટકેલું વલણ જોવા મળ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ખાસ કરીને ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૨૬ વધીને રૂ. ૨૭૯૨, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૪ વધીને રૂ. ૮૩૦, કોપર સ્ક્રેપ હેવી અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ વધીને અનુક્રમે રૂ. ૮૧૮ અને રૂ. ૮૯૧ અને કોપર આર્મિચર તથા નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૧ વધીને અનુક્રમે રૂ. ૮૦૫ અને રૂ. ૧૪૨૩ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટો અને સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં જે ધાતુઓના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો તેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. ૭૫૦, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. છ વધીને રૂ. ૨૪૫, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૨૮૪, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૫૭૫, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૫૩૫ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૧૯૫ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં મર્યાદિત માગ અને સ્ટોકિસ્ટોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૯૧ના મથાળે ટકેલા રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…