સ્ટોકિસ્ટો અને ઔદ્યોગિક માગને ટેકે ધાતુમાં આગેકૂચ
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ચોક્ક્સ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૩૨ની આગેકૂચ જળવાઈ રહી હતી. આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૨ વધીને રૂ. ૨૪૭૦, રૂ. પાંચ વધીને રૂ. ૪૮૦ અને રૂ. ત્રણ વધીને રૂ. ૧૩૮૩ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૦૯, રૂ. ૭૦૧, રૂ. ૭૩૩ અને રૂ. ૨૧૧ના મથાળે તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૨૦૬ અને રૂ. ૧૮૫ના મથાળે રહ્યા હતા.