વેપાર

ખાંડમાં ₹ ૧૦થી ૧૬ની આગેકૂચ

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૩૦થી ૩૬૭૦ના મથાળે ટકેલા ધોરણે થયા હોવાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી તેમ જ માગ પ્રબળ રહેતાં હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૬નો અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ઉપલા મથાળેથી રૂ. ૧૦ વધી આવ્યા હતા. આજે સ્થાનિકમાં અંદાજે ૨૯થી ૩૦ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ લગભગ ૨૮થી ૨૯ ટ્રકનો રહ્યો હતો. તેમ જ માગ ઉપરાંત માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૬ના સુધારા સાથે રૂ. ૩૭૫૬થી ૩૮૩૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી રૂ. ૧૦ વધીને રૂ. ૩૮૩૦થી ૩૯૪૨માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button