વેપાર

આયાતી તેલમાં ઉછાળા

મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૧૩૦ સેન્ટનો અને ૧૨૪ સેન્ટનો ઉછાળો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૦૧ રિંગિટ અને ૧૦૦ રિંગિટ વધી આવ્યાના અહેવાલો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૫નો અને સન રિફાઈન્ડમાં રૂ. પાંચનો ઉછાળો આવ્યો હતો.

વધુમાં હાલ મથકો પર દિવાળીના તહેવારોની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા દેશાવરોના સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં દેશી તેલના ભાવ વધી આવ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક સ્તરે સિંગતેલના ભાવમાં રૂ. ૨૦, કપાસિયા રિફાઈન્ડમાં રૂ. ૪૦ અને સરસવના ભાવમાં રૂ. ૧૦નો પ્રતિ ૧૦ કિલો સુધારો જોવા મળ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે ૧૦ કિલોદીઠ રૂચી, ઓલામ એગ્રો અને રિલાયન્સ રિટેલના આરબીડી પામોલિનના રૂ. ૧૨૯૫, રૂ. ૧૩૦૦ અને રૂ. ૧૩૨૫ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર છૂટાછવાયા રહ્યાના અહેવાલ હતા. આજે સ્થાનિકમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૨૯૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૭૫, સન રિફાઈન્ડના રૂ. ૧૨૯૫, સિંગતેલના રૂ. ૧૫૩૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૨૮૦ અને સરસવના રૂ. ૧૩૯૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૯૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫૦૦માં થયાના અહેવાલ હતા.

વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર નવા-જૂના માલોની અંદાજે ૪.૨૫ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૪૫૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૫૫૦થી ૪૬૫૦માં થયા હતા. તેમ જ આજે રાજસ્થાનનાં મથકો પર અંદાજે ૧.૫૦ લાખ ગૂણી સરસવની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૫૫૦થી ૬૫૭૫માં થયા હતા, જ્યારે સરસવ એક્સ્પેલરના ૧૦ કિલોદીઠ રૂ. ૧૩૦૦થી ૧૩૩૬માં, કચ્ચી ઘાણીના રૂ. ૧૩૪૦થી ૧૩૪૬માં અને સરસવ ખોળના ક્વિન્ટલે રૂ. ૨૪૫૦થી ૨૪૫૫માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker