મથકો પાછળ ખાંડમાં નરમાઈ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ મર્યાદિત રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૯૦થી ૩૬૪૦માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિકમાં સપ્તાહના અંતે રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહેવાની સાથે અમુક માલની ગુણવત્તા પણ નબળી હોવાથી સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. છનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે મિશ્ર વલણ રહેતાં ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. પાંચનો સુધારો અને ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. આજે હાજરમાં માગ અને માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના ઘટાડા સાથે રૂ. ૩૭૦૦થી ૩૭૯૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. છના સુધારા સાથે રૂ. ૩૮૦૬થી ૩૯૧૬માં થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હતી, માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. પાંચનો સુધારો અને ઉપલા મથાળેથી રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૭૦થી ૩૭૦૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૭૦થી ૩૮૦૫માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા. ઉ