વેપાર
ખપપૂરતા કામકાજે ખાંડમાં ધીમો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર મહારાષ્ટ્રની સ્થાનિક માગ ઉપરાંત દેશાવરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેવાની સાથે અમુક માલની ગુણવત્તા પણ નબળી હોવાથી સ્મોલ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠનો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી રૂ. છનો ઘટાડો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૯થી ૩૦ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતા ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. ઉ