વેપાર

રેતીમાં વહાણ?

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

આપણે કહેવતોમાં સાંભળ્યુ છે કે બાહોશ માણસ રેતીમાં વહાણ ચલાવે છે! આ કહેવતમાં આ વાત સારી લાગે પણ હકિકતમાં એવુ બને ખરૂ કે રેતીમાં વહાણ ચલાવી શકાય? આ પ્રશ્ર્નનો જ્વાબ ૨૦૦૮માં મળ્યો હતો. ૨૦૨૨ની વસતિ ગણત્રી પ્રમાણે જેની વસતિ માત્ર ૨૫.૭ લાખ હતી, તે આફીકાના દક્ષીણપ્રાંતમાં આવેલા દેશનુ નામ છે નામીબીયા, જેના ઉપર કુદરત બહુ મહેરબાન છે અને ત્યાંની ખાણોમાંથી ઉચ્ચ કોટીના હિરાઓની ઉપજ થાય છે. એટલું જ નહી પણ નામીબીયામાંથી યુરેનિયમ, ગોલ્ડ અને અન્ય ધાતુઓની ખાણ પણ છેે અને તેમાંથી મોટી ઉપજ થાય છે.

પરંતુ ૨૦૦૮માં નામીબીયામાં એક બહુ મોટી ઘટના બની ગઇ. ૨૦૦૮માં નામીબીયાના દરીયાકાંઠે જ્યારે હીરાની શોધ કરવા ખોદકામ થઇ રહયુ હતું, ત્યાં અચાનક એક જહાજના અવશેષો બહાર આવવા લાગ્યા અને વધારે ખોદકામ કરતા એક આખુ જહાજ જર્જરીત દશામાં બહાર આવ્યુ! જો કે, તેમાં કોઈ માનવ અવશેષો નહી મળ્યા હોવાથી લાગે છે કે ખલાસીઓ જીવ બચાવવા દરીયામાં કુદી પડયા હશે અથવા તો તેઓને કોઈ સહારો મળી ગયો હશે અને બચી ગયા હશે!

આશ્ર્ચર્યની વાત તો જો કે એ છે કે આ જહાજના કાટમાળમાંથી ૨૦૦૦ હજાર સોનાના સિકકો અને હજારો કોપરના સિક્કા અકબંધ મળી આવ્યા હતા. આપણા વડવાઓ કહેતા હતા કે સોનામાં રોકાણ સારું કારણકે સોનુ કયારેય કટાતુ નથી અને ૫૦૦ વર્ષે પાણીમાં અને જમીનમાં દટાયેલા જ્હાજમાં ૨૦૦૦ સોનામહોરો એવીને એવી જ હતી!

નામીબીયાના આર્કીઓલજીકલ એટલે કે પુરાતત્વવિષયકે રીસર્ચ કરતા જાણવા મળ્યુ કે આ જહાજનું નામ હતુ ધ બોમ જીસસ મતલબ ધ ગોડ જીસસ અને ૧૫૩૩માં પોર્ટુગલથી ભારત રવાના થયેલુ મીસીંગ જહાજ હતુ અને આ જહાજે ભારત જવાની સફર શુકવાર ૭મી માર્ચ ૧૫૩૩ના રોજ પોર્ટુગલના લીઝબન બંદરથી ભારત આવવા શરૂ કરી હતી, પણ કયારેય ભારતના દરીયાકાંઠે પહોંચી જ ના શક્યું. જહાજની હાલત જોતા કહી શકાય કે તે દરિયાના સખ્ાત તોફાનમાં સપડાઇ ગયુ હશે અને દરિયાના મોજા સાથે અથડાતા નામીબીયાના દરિયાકાંઠે કોઇ શીલાથી અથડાઇને દરિયામાં જળસમાધી લઈ લીધી હશે.

જહાજના કાટમાળમાંથી માત્ર સોના અને કોપરના સિક્કા જ નહી પણ કંપાસ, ખગોળયંત્રો, ટાઈમકેપસ્યુલ અને દરિયાઇ ચાંચીયાઓથી બચવા માટેની તલવારો પણ મળી આવી હતી. નામીબીયામાંથી જે જહાજ મળી આવ્યું છે, ત્યાં હિરાની શોધ માટે ખાણનુ ખોદકામ ડાયમંડ કંપની ડી બીયર્સ અને નામીબીયા સંયુક્તપણે કરે છે અને આ જગ્યા રક્ષિત જાહેર કરાઇ છે, જેમાં બહુ જુજ અને અગત્યના લોકોને જ પ્રવેશ પરવાનગી છે.

છેક ૧૫૩૩માં એક ખોવાયેલા જહાજમાંથી ૨૦૦૦ સોનાના સિક્કા અને હજારો કોપરના સિક્કા મળી આવ્યા છે, તો અંદાજ લગાવવો મુશ્કેલ છે કે કુલ કેટલા સિક્કા ભારતે આયાત કરેલા હશે અને આ તો એક ખોવાયેલા જહાજની વાત છે, તો પછી ૧૫૩૩ એટલે ૧૫મી અને ૧૬મી સદીમાં ભારતના લોકોની ખરીદશકિત કેટલી મોટી હશે અને ભારતનુ અર્થતંત્ર કેટલુ મજબુત હશે તેનો અંદજ લગાડવો મુશ્કેલ નથી.

ઇતિહાસમાં જાણવા મળે છે કે ૧૫મી સદીમાં ભારત દુનિયાની એક મોટી આર્થિકશક્તિ, ઇકોનોમિક પાવર હતું અને ભારતનુ ચલણ અમેરિકન ડોલર કરતા પણ વધારે મજબૂત નહી તો બરાબર તો હતું જ તે નહી માનવાનુ કોઇ કારણ નથી.

આ ભવ્ય દેશની સમૃદ્ધિીથી અંજાઈને જ પહેલા મોગલોએ આક્રમણ કરીને સત્તા હાંસલ કરીને અને પછી અંગ્રેજોએ ૩૦૦ વર્ષ રાજ કરીને આ દેશના હિરા, માણેક, મોતી, સોના, ચાંદી અને જર-જવેરાત લૂંટવામાં કાંઇ બાકી નથી રાખ્યું. જો ૨૦૩૦ સુધીમાં ભારત દુનિયાની ત્રીજી મહાન આર્થિક તાકાત બનશે, તો જુની ભવ્યતા ફરી પામવાનો વિશ્ર્વાસ જાગૃત થશે, કારણકે વ્હોટ યુ લીવ બિહાઇન્ડ ઇઝ નોટ વ્હોટ ઇઝ એન્ગ્રેવ્ડ ઇન સ્ટોન મોન્યુમેન્ટસ, બટ વ્હોટ ઇઝ વોવન ઇન ટુ ધ લાઇવ્ઝ ઓફ અધર્સ. ભાવાર્થ કંઇક આવો થાય છેસ કે તમે જે છોડી જાવ છો તે શીલાના સ્મૃતિચિન્હો નહીં, પણ લોકોની જીંદગીમાં કરેલું વાવેતર છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker