વેપાર

ગાથા ગતિથી અધોગતિની? સમય સમયનો ખેલ

ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ

પૈસો પૈસાને ખેંચે છે. નાણાનો ખેલ છે બધો, આવા કેટલાય વિધાનો અને કહેવતો આપણે રાજબરોજની જીંદગીમાં સાંભળતા હોઇએ છીએ અથવા બીજા કોઇ માટે ઉચ્ચારતા પણ હોઇએ છીએ. નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ! કહેવતોની દુનિયામાં નાણાંનું મહત્વ સમજાવતી જેટલી કહેવતો વિશ્ર્વમાં છે એટલી ભાગ્યે જ કોઇ બીજા વિષય ઉપર હશે. આમ વર્ષોથી માણસની દુનિયા પૈસાની આસપાસ ફરતી રહી છે.
માણસ માટે પૈસાની જરૂરીયાત કેટલી તેને કોઇ રીસર્ચ શકય નથી, કારણકે તૃષ્ણાનો કોઇ અંત જ નથી. એક વાર માણસ પૈસા કમાવવા માંડે એટલે તેની ઇચ્છા તેના શહેરમાં ધનવાન નંબર વન થવાની શરૂ થાય તો તે સફર ફોર્બ્સે ૫૦૦ મેગેઝીનમાં તેનુ નામ આવે ત્યાંથી ફોબર્સ ૫૦૦માં નં. વનનું સ્થાન મેળવવામાં કદાચ પુરી થતી હશે. કંઇક આવીજ દાસ્તાન બ્રાઝીલના ઇક બટીસ્ટાની છે.
ઇક બટીસ્ટા: ૩ નવેમ્બર ૧૯૫૬માં જન્મેલા ઇક તે એલીઝ બેટીસ્ટા ડી સીલ્કાના છ સંતાનોમાંનું એક સંતાન છે. બ્રાઝીલમાં જન્મેલા ઇક તેની જર્મન મા સાથે તેની કિશોર અવસ્થામાં યુરોપ સ્થળાંતર કર્યું, જેમાં તેનુ બાળપણ જર્મનીના ડસેલડર્ફ, જીનીવા અને બ્રસેલ્સમાં વિતાવેલુ હતું. ૧૬૭૪માં તેણે ર્જ્મનીમાં મેટાલર્જીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો.
૧૯૭૪માં બટીસ્ટાના માબાપ ફરી બ્રાઝીલ પાછા ફર્યાં, પણ તેણે યુરોપમાંજ રહેવાનુ પસંદ કર્યું. ૧૮ વર્ષની ઉંમરે જ્યારે તેણે જન્મનીમાં કરીયરની શરૂઆત ઘરેઘરે વિમાની પોલીસીઓ વેંચવાની સાથે શરૂ કરી અને આ સ્ટ્રગલ તેની જીંદગીની પાઠશાળા બની ગઇ. ૧૯૮૦માં બટીસ્ટાએ બ્રાઝીલ પાછા ફરવાનો નિણેય કર્યો અને બ્રાઝીલમાં સોનુ અને હિરાના ધંધામાં ઝંપલાવ્યુ, બ્રાઝીલ, યુરોપ અને પેરુમાં પણ દુકાને દુકાને ફરીને ૨૩ વર્ષની ઉંમરે તેના મિલીયોનર થવાના પ્રયાસો શરૂ કર્યો. ઓર્ટમ ઐરોમ નામની પેઢીની સ્થાપના કરી અને બે વર્ષમાં ૬ મિલીયન ડોલ્સની કમાણી કરી.
અહીં શરૂ થાય છે પૈસો પૈસાને ખેંચવાની ગાથા, બટીસ્ટાની સુઝબુઝના કારણે તેણે એમેઝોન એરીયામાં મેકેનાઇઝડ ગોલ્ડ માઇનીંગની શરૂઆત કરી અને ત્યાંથી શરૂ થયુ તેનુ ઇબીએકસ ગ્રુપ. ૨૯ વર્ષની ઉંમરે બટીસ્ટા ટીવીએકસ ગોલ્ડના સીઇઓ બન્યા અને આ કંપની કેનેડાના સ્ટોક એકસચેન્જમાં લીસ્ટેડ થતા તેની આંતરરાષ્ટ્રીય પ્રગતીની શરૂઆત થઇ. ટીવીએકસ ગોલ્ડની સફળતાએ બટીસ્ટાને અંધશ્રધ્નળુ બનાવી દીધો અને તેણે તેની તમામ કંપનીઓના નામમાં છેલ્લા અક્ષર એકસ રાખ્યો, જેમકે ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાં ઓજીએકસ, ઊર્જામાં એમપીએકસ, એલએલએકસ લોજીસ્ટીકમાં, એમએમએકસ માઇનીંગમાં અને ઓફશોર સર્વીસ અને ઇકવીપમેન્ટમાં ઓએસએકસ.
આ અંધશ્રદ્ધા કેટલી ફળી તે આપણે આગળ જાણીશું. ૧૯૮૦થી શરૂ થયેલી સફળતાની યાત્રામાં બટીસ્ટાની કમાણી ૧૯૯૧થી ૧૯૯૬માં ત્રણગણી વધી ગઇ અને ૨૦૦૦ની સાલમાંતો તેણે બ્રાઝીલ અને કેનેડાની ૮ ગોલ્ડમાઇનમાં અને ચીલીની સિલ્વર માઇનમાં ૨૦ બીલીયન ડોલર્સની કમાણી કરેલી હતી. આ સમય દરમ્યાન તેણે ૧૯૯૧માં બ્રાઝીલની ટોપ મોડેલ લુમા ઓલીવીએરા સાથે ૧૯૯૧માં લગ્ન કર્યાં અને ૨૦૦૪માં છુટાછેડા પણ આપી દીધેલા. આ બધી તેની અંગત વાતો જવા દઇએ તો પણ તેને પ્રતિષ્ઠા મેળવવાનો એવો નશો લાગી ગયો હતો કે, બ્રાઝીલીયન સ્ટોક એકસચેન્જમાંં નોવો મોરકાડોનામનુ એક સ્પેશ્યલ સેગમેન્ટ છે કે જેમાં જેનુ સૌથી વધારે કોર્પોરેટ ગવર્નન્સ સ્ટાન્ડર્ડ હોય તેવી કંપનીઓના શેર્સમાં જ ટ્રેડ કરી શકાય છે. તેમાં તેણે આ સેગમેન્ટમાં તેની પાંચો એકસ નામની કંપનીઓનો સમાવેશ કરાવીને મોસ્ટ કોર્પોરેટ ગવર્ન કંપનીઝની પ્રતિષ્ઠા હાંસલ કરી હતી.
સફળતાની સીડીઓ: ૨૦૦૮માં ફોર્બ્સ મેગેઝીનમાં બ્રાઝીલના ટોપ રેન્કીંગ રીચીસમાં તેનો સમાવેશ કરેલો હતો અને વિશ્ર્વમાં ૧૪૨માં નંબરે અમીર બટીસ્ટા હતો. આ સમયે બટીસ્ટાએ એક સ્ટેટમેન્ટ બહાર પાડયુ કે તે આવતા ૫ાંચ વર્ષોમાં વિશ્ર્વની સૌથી અમીર વ્યકિત હશે. ૨૦૦૯માં બટીસ્ટા નં. ૧ રીચેસ્ટ બ્રાઝીલીયન હતો. ૨૦૧૦માં મેગેઝીને બટીસ્ટાને વિશ્ર્વની મોસ્ટ પાવરફુલ પર્સનાલીટીઝમાં ૫૮મું સ્થાન આપેલુ હતુ. ૨૦૧૧માં બટીસ્ટા રીચેસ્ટ સાઉથ અમેરિકન અને વિશ્ર્વમાં ૮માં કમાંકે હતો. ૨૦૧૧માં બ્લુમબર્ગ માર્કેટ મેગેઝીનના મુખપૃષ્ઠ પર ચમકનાર તે પ્રથમ બ્રાઝીલીયન હતો. ૨૦૧૨માં બટીસ્ટાની નેટવેલ્થ ૩૦ બીલીયન ડેલ્સની હતી. બ્રાઝીલમાં નં. ૧ અને વિશ્ર્વમાં ૭માં નંબરે ધનવાન હતો.
ગતીથી અધોગતી: ૨૦૧૩માં બટીસ્ટાને પ્રેસીયસ મેટલ અને માઇનીંગમાં કોમોડીટી ડાઉનટર્નના કારણે બહુ મોટુ નુકસાન સહન કરવુ પડયુ. બટીસ્ટાની ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રની કંપની ઓજીએકસ કે જે રોજના સાડાસાત લાખ બેરલ્સનુ પમ્પીંગ ક૨તી હતી, તે માત્ર ૧૫૦૦૦ બેરલ્સ પર અટકી ગઇ. ૨૬ જુલાઇ ૨૦૧૩ના બ્લુમબર્ગ મેગેઝીને બટીસ્ટાના એસેટ લોસને હિસ્ટોરીકલ લોસ ગણાવ્યો. ૨૦૧૩માં તેની ૩૨ બીલીયન ડોલર્સની નેટ વેલ્થ ઘટીને ૨૦ મીલીયન ડોલર્સ થઇ ગઇ હતી. ૨૦૧૨માં ૩૦ બીલીયન ડોલર્સની નેટ વેલ્થ ધરાવતો બટીસ્ટા ૨૦૧૪માં એક બીલીયન ડોલર્સના દેવામાં ડુબેલો છે. છે ને રાતોરાત કરોડપતિમાંથી રોડપતિ થવાની અને ‘ન જાણ્યું જાનકી નાથે શું થવાનુ કાલ સવારે’ની કહેવત સાચી પાડતો બટીસ્ટાનો કિસ્સો! ૨૦૧૫માં બટીસ્ટાની એમપીએકસ કંપનીની માલીકી જર્મન રોકાણકારોના હાથમાં છે. ઓજીએકસ કંપનીએ ૩૦ ઓકટોબર ૨૦૧૩માં નાદારી નોંધાવેલ છે. એલએલએકસ કંપનીની માલીકી યુએસ બેઝડ ઇઆઇઝી ગ્રુપના હાથમાં છે. ઓએસએકસ કંપનીએ પણ નાદારી નોંધાવેલ છે. એકસને સફળતાનો મંત્ર માનતો બટીસ્ટા આ એકસના કારણેજ એકસ બીલીયોનર થઇ ગયા છે !!
હમેશા અંધશ્રદ્વા પૈસા નથી કમાવી આપતી. પ્રમાણિક મહેનત સફળતા આપે છે. બ્રાઝીલના બોવેસ્પા સ્ટોક એકસચેન્જના સ્પેશ્યલ સેગમેન્ટ નોવોકાડો સેગમેન્ટમાં બટીસ્ટાની ૫ાંચ કંપનીઓનુ સિલેકશન કયા આધારે કરવામાં આવેલુ તે એક કોયડો જ છે, પણ બટીસ્ટાએ કબુલ કર્યું છે કે કંપનીઓ લિસ્ટેડ કરીને મહાન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનવાના સ્વપ્નાઓમાં તે બરબાદ થઇ ગયો છે. જો તેણે તેની કંપનીઓ પબ્લીકમાં ના લઇ ગયો હોત તો તે વધારે સુખી હોત. ૯ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ બ્રાઝીલની પોલીસે બટીસ્ટાની ૭ મોસ્ટ લકઝરી કાર્સ અને રોકડ રકમ જપ્ત કરી લીધી અને તે સાથે ૨૦૦૮માં બટીસ્ટાએ જોયેલુ ૨૦૧૪માં વિશ્ર્વના અમીર આદમી બનવાનુ સ્વપ્ન પુરૂ થયુ! બહુ દુ:ખદ અંત. ‘મની ઇઝ લાઇક એ બર્ડ વીથ વીંગ્ઝ, ઇટ કેન ફલાઇ અવે ઇફ યુ આર નોટ કેરફુલ.’

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત