શૅરબજારની વોલેટિલિટીને નાથવા માટે મલ્ટીએસેટ અભિગમ ઉપયોગી
મુંબઇ: રોકાણ લાંબા ગાળા માટે હોય છે, જેનો ઉદ્દેશ્ય વિવિધ નાણાકીય ધ્યેયો હાંસલ કરવાનો હોય છે, જેમાં ઘણી વખત મોંઘવારી કરતાં વધુ વળતરની જરૂર પડે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ખરાબ અનુભવને કારણે રોકાણ અધવચ્ચે જ બંધ થઈ જાય છે, જે સંપત્તિ સર્જન માટે હાનિકારક છે.
કહેવાની જરૂર નથી કે કોઈની રોકાણ યાત્રા દરમિયાન, રોકાણકારને સમયાંતરે અસ્થિરતાનો સામનો કરવો પડે છે. દાખલા તરીકે, ચૂંટણીની અનિશ્ર્ચિતતાને કારણે સ્થાનિક ઇક્વિટી માર્કેટ તાજેતરની અસ્થિરતા બાદ પરિણામોને કારણે હવે સ્થિર થઈ ગઈ છે, એમ જણાવતાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર જાસ્મીન પી ભાનુશાલી (સીએફપી – ક્યુપીએફઅપી)એ કહ્યું કે, આ બાબતનો સાર એ છે કે રોકાણકારોએ અનુભવને આધારે અમુક મૂળભૂત બાબતોને અમલમાં મૂકવાની અને તેનું પાલન કરવાની જરૂર છે. વૈવિધ્યકરણ અને જોખમ વ્યવસ્થાપન એ બે મહત્વના પાસાઓ છે જે ઇચ્છિત પરિણામો મેળવવામાં મદદ કરે છે જ્યારે વળતર જોખમ-સમાયોજિત અને ફુગાવા-બીટિંગ છે તેની ખાતરી કરે છે.
મલ્ટીએસેટ રોકાણની વ્યૂહરચના એ એક પુરવાર થયેલો રોકાણ અભિગમ છે, જેણે રોકાણકારોને લાંબા ગાળા માટે માત્ર સમૃદ્ધ બનાવ્યા જ નહીં પરંતુ તેમના રોકાણ સંબંધિત તણાવને પણ દૂર રાખ્યો છે. આ અભિગમમાં અસક્યામતોની ફાળવણી એવી રીતે કરવામાં આવી છે કે જોખમ વિકેન્દ્રિત થઇ જાય. નામ સૂચવે છે તેમ, મલ્ટિએસેટ ઇન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના રોકાણકારોને બહુવિધ એસેટ ક્લાસમાં રોકાણ કરવાનું હોય છે, જેમાં ઇક્વિટી, ડેટ, કોમોડિટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સાધનો અને લાઇક્સ,અન્ય બધી એસેટ એક જ ફંડમાં સમાવી લેવાય છે. મલ્ટીએસેટ ઇન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના વિવિધ એસેટ ક્લાસની વિશિષ્ટ સુવિધાઓ અને વિવિધ બજાર ચક્રનો લાભ લઈને લાંબા ગાળાના વળતરને શ્રેષ્ઠ બનાવે છે. તે એક સરળ રોકાણ પ્રવાસની પણ ખાતરી આપે છે, જે તમામ ઉંમરના રોકાણકારો અને જોખમ પ્રોફાઇલ માટે યોગ્ય છે. અનુભવી ફંડ મેનેજર દ્વારા પ્રોફેશનલ મની મેનેજમેન્ટ તમને તનાવમુક્ત રીતે બહુવિધ એસેટ ક્લાસમાં વિવિધ બજાર ચક્રમાંથી પસાર થવામાં મદદ કરે છે. આજે, વિવિધ પ્રકારના મલ્ટીએસેટ ફંડ્સ છે.