વેપાર
ધાતુમાં પાંખાં કામકાજો વચ્ચે મિશ્ર વલણ
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે નિરસ માગ વચ્ચે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને કોપરની અમુક વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ મર્યાદિત રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી સાતનો ઘટાડો આવ્યો હતો.