એફએમઓસી પર નજર: સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ સાથે સેન્ટિમેન્ટમાં આશાવાદ છતાં અવરોધના અણસાર
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજાર એક નવી ઐતિહાસિક ઊંચી સપાટી સર કરી ચૂક્યું છે અને છતાં તેની હજુ આગેકૂચ ચાલુ રહેવાની આશા સેવાઇ રહી છે. આમ જુઓ તો બજારની ચાલ અંગે સ્પષ્ટ મત કરવામાં જોખમ રહેલું છે , કારણ કે બજારને અને તેના સેન્ટિમેન્ટને અસરકર્તા પરબિળોમાં તીવ્ર વિરોધાભાસ જોવા મળે છે. સ્થાનિક ધોરણે જોઇએ તો મેક્રો-ઇકોનોમિક ડેટા અનુકૂળ રહ્યાં છે અને પ્રવાહિતાની પરિસ્થિતિ પણ સારી છે , જે બજારની ઉર્ધ્વગતિ માટે પોષક છે. જી૨૦નો ઉન્માદ પણ હજું ટકેલો હોય એવું બજારનું હવામાન છે.
બીજી તરફ જોઇએ તો એફઆઇઆઇની વેચવાલી પણ ચિતાનો વિષય છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાછલા સપ્તાહમાં પણ નેટ સેલર્સ રહ્યા હતા, જોકે રૂ. ૭૪૭ કરોડનો આઉટફ્લો અગાઉના સપ્તાહની સરખામણીએ ઘણો ઓછો હતો. સપ્ટેમ્બર માટે એફઆઇઆઇએ એકંદરેે રૂ. ૯,૫૮૦ કરોડનું વેચાણ કર્યું હતું, પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૧૦,૦૦૦ કરોડની લેવાલી કરી હોવાથી બજારને વાંધો આવ્યો નહોતો.
વૈશ્ર્વિક સ્તરે વ્યાજદરની વૃદ્ધિનું સંકટ ટળી ગયું એમ માનીને ચાલીએ તો પણ અનેક નકારાત્મક પાસાં છે. સૌથી મોટું જોખમ ક્રૂડ ઓઇલના ઊછળતા ભાવનું છે. રશિયા અને ઓપેકના ઉત્પાદન કાપને કારણે ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચેલા ક્રૂડ ઓઇલના ભાવ હવે બેરલદીઠ ૯૫ ડોલરની નજીક પહોંચી ગયા છે અને ભારતીય અર્થતંત્ર માટે આ ખબજ જ ગંભીર પડકાર છે.
આ ઉપરાંત અમેરિકા અને ચીન જેવા મોટા અર્થતંત્રોની દશામાં જ્યાં સુધી સુધારો ના થાય ત્યાં સુધી નિકાસ બજારમાં સુધારો પણ શક્ય નથી. આમ છતાં અત્યારે તો બજારમાં તેજીવાળા જોરમાં છે અને આ સપ્તાહે એકંદરે બજારનું માનસ આશાવાદી રહેવાની ધારણા છે.
ઓગસ્ટમાં ટ્રેડિંગના અંતિમ દિવસે રેડ ઝોનમાં સરકી ગયા પછી, સપ્ટેમ્બરના પ્રારંભથી બજારો ફરી જોમમાં આવી ગયા હતા અને અગાઉ ક્યારેય સ્પર્શી નહોતી એવી ઊંચી સપાટીને આંબી ગયાં. બજારની આ તેજરફતારનો શ્રેય, જુલાઇના ઔદ્યોગિક ઉત્પાદનના મજબૂત ડેટા, ઓગસ્ટના ફુગાવાના ઘટાડા, યુએસમાં કોર ફુગાવાના ઘટાડા અને યુરોપીયન સેન્ટ્રલ બેન્કના વ્યાજદરમાં વધારો અટકાવવાના સંકેતોને આપવાનો રહે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધાયેલા ઉછાળા અને ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી પણ તેની ચાલી રહેલી આગેકૂચના આંચકાને ખમવામાં ઉપરોક્ત સહાયક મેક્રો ફંડામેન્ટલ્સે ભારતીય બજારને મજબૂત ટેકો આપ્યો છે.
એકંદરે, બ્રોડર ઇન્ડકેસમાં સેક્ટર રોટેશન સાથે આ સપ્તાહમાં પણ બજારનું સેન્ટિમેન્ટ હકારાત્મક રહેવાની શક્યતા છે, પરંતુ એફઓએમસી મીટિંગના પરિણામ પર ફોકેસ સાથે અમુક હદના કોન્સોલિડેશનને નકારી ના શકાય, એમ નિષ્ણાતો માને છે.
બેન્ચમાર્ક શેરઆંકો ૧૫ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જેમાં સેન્સેક્સ ૧,૨૪૦ પોઈન્ટ અથવા ૧.૯ ટકા વધીને ૬૭,૮૩૯ની સપાટીએ અને નિફ્ટી બેન્ચમાર્ક ૩૭૨ પોઈન્ટ અથવા ૧.૯ ટકા વધીને ૨૦,૧૯૨ પોઇન્ટના સ્ચરે સ્થિર થયો છે.
વેલ્યુએશન સંદર્ભે વધતી જતી ચિંતાઓ વચ્ચે ટ્રેડિંગમાં ઉછાળાએ વ્યાપક બજારોમાં પ્રોફિટબુકિંગની લહેર ઉભી કરી હતી, જેના કારણે નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેકસ અનુક્રમે ૦.૪ ટકા અને ૦.૧૪ ટકા તૂટ્યા હતા.
સેક્ટરની દૃષ્ટિએ ઓટો, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ, ટેક્નોલોજી અને ફાર્મામાં સારી ખરીદી જોવા મળી હતી. નિફ્ટી સફળ જી૨૦ સમિટ પછી ઉત્સાહિત સેન્ટિમેન્ટ પર પાછલાં કેટલાક સત્રોથી નવી ઊંચી સપાટીને સર કરી રહ્યો છે, જે વૈશ્ર્વિક ક્ષેત્રે ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે તેવી શક્યતા છે. વધુમાં, વૈશ્ર્વિક ફુગાવા વચ્ચે ભારતમાં નીચો ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને જથ્થાબંધ ફુગાવો રાહતદાયક
જણાય છે.
નિષ્ણાતો એવી અપેક્ષા રાખે છે કે એકંદર સકારાત્મક ગતિ ખાસ કરીને લાર્જકેપ સ્પેસમાં ચાલુ રહેશે, જ્યારે વ્યાપક બજારમાં સેક્ટોરલ રોટેશન જોવા મળે તેવી શક્યતા છે. ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર નિફ્ટીએ સ્ટ્રોંગ બુલિશ કેન્ડલની રચના સર્જી હોવા છતાં ૨૦,૩૦૦ – ૨૦,૪૦૦ની સપાટીએ અવરોધનો સામનો કરવો પડશે.
વૈશ્ર્વિક રોકાણકારો માટે મુખ્ય પરિબળ ૨૦ સપ્ટેમ્બરના રોજ જાહેર થનારી બે દિવસીય એફઓએમસી મીટિંગનું પરિણામ હશે, ત્યારબાદ યુએસ આર્થિક અનુમાનો આવશે. મોટાભાગના નિષ્ણાતોને લાગે છે કે ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરની મીટિંગમાં વ્યાજ દરમાં વધારો અટકાવવાનું નક્કી કરી શકે છે અને ફેડ ફંડ રેટને ૫.૨૫-૫.૫ ટકાની રેન્જમાં રાખી શકે છે, પરંતુ નવેમ્બર અથવા ડિસેમ્બરની મીટિંગમાં વધારો કરવાની તક વધારી શકે છે.
ફેડરલ રિઝર્વના ચીફ જેરોમ પોવેલ સતત કહેતા આવ્યા છે કે સેન્ટ્રલ બેંક જો જરૂર પડે તો ફેડ ફંડના દરમાં વધુ વધારો કરવા તૈયાર છે અને જ્યાં સુધી ફુગાવો ફેડના ૨ ટકાના લક્ષ્ય સુધી પહોંચે નહીં ત્યાં સુધી ઋણ ખર્ચને ઊંચો રાખવાનો ઇરાદો ધરાવે છે.
તાજેતરના ડેટામાં, ઓગસ્ટ માટે સીપીઆઈ ફુગાવો જુલાઈમાં ૩.૨ ટકાથી વધીને ૩.૭ ટકા થયો હતો, પરંતુ કોર ફુગાવો (ઊર્જા અને ખાદ્યપદાર્થોની કિંમતો સિવાય) ૪.૩ ટકાના વાર્ષિક દરે આવી ગયો હતો, જે સમાન સમયગાળા દરમિયાન ૪.૭ ટકા હતો, જ્યારે ૦.૬ ટકાનો છૂટક વેચાણ વૃદ્ધિ એલિવેટેડ ભાવો છતાં અપેક્ષા કરતાં આગળ આવી, પરંતુ નિષ્ણાતોને લાગે છે કે ઊંચા વ્યાજ દરો જોબ માર્કેટને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી શકે છે અને ઓગસ્ટમાં યુએસ બેરોજગારી દર જુલાઈમાં ૩.૫ ટકાથી વધીને ૩.૮ ટકા થઈ શકે છે.
યુએસ ટ્રેઝરી યીલ્ડ ૪.૩૩ ટકા ઉપર રહી, જે સાપ્તાહિક તુલનાત્મક ધોરણે ૪.૨૭ ટકાની સામે છે, જ્યારે યુએસ ડોલર ઇન્ડેક્સ, જે વિશ્ર્વની અગ્રણી છ કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડોલરનું મૂલ્ય માપે છે, તે ૧૦૫થી ઉપર ચઢ્યો છે. ૨૧ સપ્ટેમ્બરે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને ૨૨ સપ્ટેમ્બરે બેન્ક ઓફ જાપાન દ્વારા વ્યાજ દરના નિર્ણયો પર પણ રોકાણકારો ધ્યાન કેન્દ્રિત કરશે. ઉ