વેપાર

સ્મોલ ગ્રેડની ખાંડમાં ₹ ૧૦થી ૩૦નો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૧૦થી ૩૬૫૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.

જોકે, સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડમાં રિટેલ સ્તરની માગ વધુ રહેવાની સાથે અમુક માલની ગુણવત્તા પણ સારી આવી હોવાથી ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૩૦નો અને ઉપલા મથાળેથી રૂ. ૩૦નો ઉછાળો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. તેમ જ નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. જોકે, આજે સ્મોલ ગ્રેડમાં વધુ માગ અને માલની ગુણવત્તા સારી રહેતા તેના વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦થી ૩૦ના સુધારા સાથે રૂ. ૩૭૪૨થી ૩૮૨૬માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૦૨થી ૩૯૫૨માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button