વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં ₹ ૧૦નો ઘસરકો

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગત શનિવારે દેશાવરોની માગ મર્યાદિત રહેતાં ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘસરકો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આજે સ્ટોકિસ્ટોની લેવાલી છૂટીછવાઈ રહેવાની સાથે રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હતી. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ ટકેલાં રહ્યાં હતાં.