વેપાર

શૅરબજારમાં ડેડકેટ બાઉન્સ

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

હાલના દિવસોમાં જ ભારતીય અને અમેરિકન શૅરબજાર ઐતિહાસિક સ્તરે પહોંચી ગયેલ છે પણ તેમાં કરેકશન આવ્યા કરે છે. વૈશ્ર્વિક રાજકારણમાં ઇરાનની ધમકી કે તે ઇઝરાયલ ઉપર આક્રમણ નજીકના દિવસોમાં જ કરશે તેનાથી વર્લ્ડવાઇડ શૅર માર્કેટમાં સાવચેતીનો અણસાર આવી રહ્યો છે અને તેથી જ સ્ટોક માર્કેટમાં પ્રોફિટ બુકિંગ થઇ રહ્યાના ચિહ્નો દેખાઇ રહ્યા છે અને રોકાણકારોનો ઝુકાવ પણ સ્ટેટસ્કોનો દેખાય રહ્યો છે. નવી બાઇંગની પોઝિશન ઊભી કરવામાં ઉદાસીનતા વર્તાય રહી છે તો શોર્ટ કરવાનું જોખમ પણ લેવાનું રોકાણકારો ટાળી રહ્યા છે.

એક વખત કોઇ સ્ક્રીપ કે માર્કેટ એઝ અ હોલમાં જયારે કરેકશન ચાલી રહ્યું હોય અને મોટા વોલ્યુમ સાથે રોજેરોજ કોઇ સ્ક્રીપ કે માર્કેટ નીચે જઇ રહી હોય જેને માર્કેટની ભાષામાં મંદી થઇ રહી છે તેમ કહેવાય છે અને ત્યારબાદ તેમાં જયારે ફરી એકવાર સ્ક્રીપ કે માર્કેટમાં સુધારો દેખાય અને ભાવ કે ઇન્ડેક્સ ઉપરની તરફ જઇ રહ્યો હોય ત્યારે રોકાણકારોને તેમ લાગે કે હવે માર્કેટે દિશા બદલી છે અને ઉપર તરફ જઇ રહ્યું છે, ત્યારે યાદ આવે છે ડેડકેટ બાઉન્સ!

કેટ મતલબ બિલાડી જયારે કોઇ ઊંચી દીવાલથી કે હાઇટ ઉપરથી નીચે પડે છે ત્યારે એકવાર બાઉન્સ થઇને ઉછળે તે જીવતી હોવાનો ખોટો આભાસ છે. એમ નથી કે ડેડકેટ બાઉન્સ થઇ છે તેથી તેમાં જીવ છે પણ આ કુદરતી ઘટના છે. જેથી કેટ બાઉન્સ થઇ છે માટે જીવે છે તેમ સમજવાની ભૂલ નહીં કરવી જોઇએ. અને તેથી મંદીમાંથી કોઇ સ્ક્રીપ કે સ્ટોક માર્કેટ જયારે ઉપર આવે છે ત્યારે તે ડેડ કેટ બાઉન્સ તો નથી ને તેવી શંકા વ્યક્ત કરવામાં આવે છે.

સ્ક્રીપ કે માર્કેટમાં આવતો સુધારો ડેડકેટ બાઉન્સ નહીં પણ ખરેખર સુધારા છે તેમ સમજીને પોઝિશન ઊભી કરીને લોસ કરવો કે પછી ખરેખર સુધારાને ડેડકેટ બાઉન્સ સમજીને ખોટું સોર્ટસેલ કરવાની ભૂલ કરવી કે પોઝિશન ઊભી કરવાની તક ગુમાવી દેવી આમ એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે. ડેડકેટ બાઉન્સમાં સખત મંદીમાંથી તેજીનો ઉછાળ આવે છે પણ તે શોર્ટલીવ હોય છે અને ફરી તે મંદી તરફ જ જાય છે.

ડેડકેટ બાઉન્સ છે તે જાણવું જરૂરી છે અને તેના સિગ્નલો નીચે જણાવાયા પ્રમાણે માર્કેટમાં મળે છે.

૧. ડેડકેટ બાઉન્સ પહેલા માર્કેટમાં કે તે સ્ક્રીપમાં બહુ શાર્પ મંદી આવે છે અને ભાવો બહુ જલદી તૂટતા હોય છે.

૨. ડેટકેટ બાઉન્સમાં જયારે મંદી પછી સ્ક્રીપનો ભાવ કે ઇન્ડેક્સ તેજી તરફ જઇ રહ્યો હોય ત્યારે સામાન્ય રીતે વોલ્યુમ પાંખું હોય છે, મતલબ વધતા ભાવ ઓછા વોલ્યુમે હોય છે.

૩. ફંડામેન્ટલ્સનો અભાવ હોય છે કારણકે સ્ક્રીપ કે ઇન્ડેકસમાં સુધારો થવા માટે કોઇ ઠોસ કારણો નથી હોતા કે તેથી ભાવ ઊંચા જાય.

૪. કોઇ સ્ક્રીપના ભાવમાં કે ઇન્ડેક્સમાં થતો સુધારો બહુ સૂક્ષ્મ સમય માટે હોય છે.

૫. બજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ હોય ચારે તરફ ફિઅરનો માહોલ હોય અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી હોય અને નજીકના ભવિષ્યમાં થનારા બનાવો જેવા કે ચૂંટણી કે વોરની સિચ્યુએશન અનપ્રેડિક્ટેબલ હોય ત્યારે ટાઇમબીંગ થતો સુધારો ડેડકેટ બાઉન્સ હોય શકે છે.

૬. સતત નીચે તરફ જઇ રહેલી બજાર કે જે તીવ્ર મંદીની દિશામાં જઇ રહી છે. તેવા માહોલમાં જયારે અચાનક બે અથવા વધારે સત્રમાં તેજીનો ચમકારો આવે તો તે કદાચ ડેડકેટ બાઉન્સ હોય શકે છે. ૨૦૦૮ની મંદી પછી અમેરિકન માર્કેટમાં આ બૅન્કોના શેર્સમાં જોવા મળેલ હતું.

૭. સ્ક્રીપ કે ઇન્ડેકસના સપોર્ટ અને રેસિસ્ટન્સ લેવલમાં જયારે ભાવમાં બાઉન્સ સિગ્નિફિક્ધટ રેસિસ્ટન્સ લેવલ ઉપર આવે ત્યારે આ તેજી ડેડકેટ બાઉન્સ હોય શકે છે.

આમ મંદીના માહોલમાંથી તેજી તરફનો સુધારો ડેડકેટ બાઉન્સ છે કે ખરેખર માર્કેટે દિશા બદલી છે તે જાણવું બહુ મુશ્કેલ તો છે પણ કોમનસેન્સ અને થોડી ચતુરાઇથી તે જાણી પણ શકાય છે કે જયારે ચારે તરફ માહોલમાં ગંભીરતા હોય પણ કોમનસેન્સ કહેતી હોય કે અમુક બનાવો ચોકકસ બનવાના જ છે. જેમ કે ઇરાનની ઇઝરાયલ સાથે યુદ્ધ કરવાની ધમકી કે તે યુદ્ધ બહુ લાંબું ચાલે નહીં અને વર્લ્ડવાઇડ તેના રિપેકશન બહુ ના હોય શકે. ડેડકેટ બાઉન્સના સમયમાં બહુ જોખમ લીધા વગર સ્મોલ પોઝિશન ક્રિએટ કરીને લોસ કંટ્રોલ કરી શકાય છે, સ્ટોપલોસ વગર ડેડકેટ બાઉન્સના સમયમાં કામ ના કરાય, અને હા સબસ્ટેન્શિયલ પ્રોફિટ બુકિંગ આ સમય દરમિયાન એડવાઇઝેબલ છે અને જેની રિસ્ક લેવાની માન્યતા ના હોય તેણે આ સમય દરમિયાન માર્કેટથી દૂર રહેવું જોઇએ. “ટુ ગેટ રીચ યુ હેવ ટુ બી મેકિંગ મની વ્હાઇલ યુ આર અસ્લીપ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button