વેપાર

શૅરબજારની અફડાતફડીમાં વ્યાપાર ચક્ર આધારિત વ્યૂહરચના હિતાવહ

મુંબઇ: શેરબજાર અત્યારે વધુ અનિશ્ર્ચિત અને અફડાતફડીથી ભરપૂર બન્યું છે ત્યારે રોકાણકારો માટે બિઝનેસ સાઇકલ આધારિત વ્યૂહરચના ઉપયોગી થઇ શકે છે, એમ મ્ચુચ્યુઅલ ફંડના સાધનો માને છે. શેરબજારમાં અલગ અલગ સમય અને તબક્કામાં કરેલા રોકાણના પરિણામ અલગ આવતાં હોય છે. ઉદાહરણ તરીકે, રોકાણની દુનિયામાં, જેણે ૨૦૦૩-૦૪ અથવા ૨૦૧૮માં રોકાણ ટાળ્યું, તેમને તે પછીના થોડા વર્ષોમાં સંપત્તિ સર્જનની તક ચૂકી ગયા હોવાનું અનુભવાયું.

અહીં પ્રશ્ર્ન એ છે કે, બજારના વળાંકને કેવી રીતે ઓળખી શકાય? આ સવાલના જવાબમાં મ્યુચ્યુઅલ ફંડ વિતરક સંતોષ ભંડારકર કહે છે કે, બિઝનેસ સાયકલ રોકાણની વ્યૂહરચના આ સંદર્ભે ઉપયોગી બની શકે છે. વૃદ્ધિ, મંદી, અથવા રિકવરી તરીકે ઓળખાતા તબક્કાઓ દરમિયાન શેરબજારો અલગ રીતે વર્તે છે. વ્યાપાર ચક્ર મુજબ ઓળખવા અને રોકાણ કરવા પર આધારિત રોકાણ માળખા સાથે, વ્યક્તિ હંમેશા ડ્રાઇવરની સીટ પર રહે છે, પછી ભલેને રસ્તો ગમે તે હોય.

જ્યારે બિઝનેસ સાઇકલ ડાઉન હોય છે, ત્યારે કંપનીઓ નર્વસ હોય છે અને ખર્ચ મોકૂફ રાખવામાં આવે છે. ફેક્ટરીઓ પાસે નિષ્ક્રિય ક્ષમતાઓ છે, વ્યવસાયો ખર્ચ અને મૂડીમાં ઘટાડો કરે છે. છટણી અને પગાર ફ્રીઝ જેવા શબ્દો ચર્ચાતા હોય છે અને ગ્રાહકો ઓછો ખર્ચ કરે છે. પરંતુ જ્યારે વ્યાપાર ચક્ર ચાલુ થાય છે, ત્યારે કંપનીઓ આત્મવિશ્ર્વાસ અનુભવે છે. ફેક્ટરીઓ સંપૂર્ણ ક્ષમતા પર ચાલે છે, વ્યવસાયો વિસ્તરણ માટે જાય છે, કામદારોને બહુવિધ નોકરીની ઓફરો હોય છે, પગાર વધે છે અને ગ્રાહકો વિવેકાધીન માલ ખરીદે છે અને રજાઓ લે છે.

પરંપરાગત રોકાણની રીતો અને વ્યાપાર ચક્ર રોકાણ ઘણી રીતે અલગ પડે છે. પરંપરાગત રોકાણ લાંબા ગાળાના ઐતિહાસિક વળતર, ડિવિડન્ડ યીલ્ડ તે કેટેગરીમાં પ્રવાહ વગેરે, સરેરાશ પીઇ કે પીબી જેવા ઐતિહાસિક ડેટા પર આધાર રાખે છે. જ્યારે બિઝનેસ સાઇકલ રોકાણ, આર્થિક આંકો, ભાવિ કમાણીની સંભાવના, ભાવિ બજાર શેર વૃદ્ધિ અને ભાવિ પ્રોજેક્ટ, પાઇપલાઇન જેવા ફોરવર્ડ સંકેતોને વધુ પ્રાધાન્ય આપે છે. વ્યાપાર ચક્ર રોકાણ જ્યારે યોગ્ય રીતે કાર્યરત હોય ત્યારે રોકાણ સંચાલકોને ટર્નિંગ પોઈન્ટ ઓળખવામાં મદદ કરે છે. આ સમજણના આધારે, ફંડ મેનેજરો રોકાણ કરવા માટેના ક્ષેત્રો અને શેરો અંગે નિર્ણય લે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button