નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) દાવાઓમાં સામેલ 29,273 નકલી કંપનીઓ શોધી કાઢી છે, જેનાથી સરકારને રૂ. 4,646 કરોડની આવક બચાવવામાં મદદ મળી છે.
સરકારે રવિવારે આ જાણકારી આપી. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, સત્તાવાળાઓએ આશરે 12,036 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ચોરીમાં સંડોવાયેલા હોવાની શંકાસ્પદ 4,153 બોગસ કંપનીઓ શોધી કાઢી હતી. જે લગભગ રૂ. 12,036 કરોડની શંકાસ્પદ ITC ચોરીમાં સામેલ હતી. સેન્ટ્રલ GST અધિકારીઓએ આમાંથી 2,358 નકલી કંપનીઓ શોધી કાઢી હતી.
CBICના ડેટા અનુસાર, ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં GST ચોરીના સંદર્ભમાં દિલ્હી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ સ્થાને છે. નકલી કંપનીઓની સૌથી વધુ સંખ્યાના સંદર્ભમાં મહારાષ્ટ્ર 926 કંપનીઓ સાથે ટોચ પર છે. ત્યાર બાદ રાજસ્થાનમાં 507, દિલ્હીમાં 483 અને હરિયાણામાં આવી 424 કંપનીઓ છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મામલામાં 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી સેન્ટ્રલ જીએસટી અધિકારીઓ દ્વારા 31ની ધરપકડ કરવામાં આવી હતી.
ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ઝુંબેશથી ₹1,317 કરોડની આવક બચાવવામાં મદદ મળી હતી, જેમાંથી ₹319 કરોડની વસૂલાત કરવામાં આવી હતી અને ITCને બ્લોક કરીને ₹997 કરોડ સુરક્ષિત કરવામાં આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે સરકારે GST રજિસ્ટ્રેશન પ્રક્રિયાને મજબૂત કરવા માટે ઘણા પગલાં લીધા છે. નોંધણી સમયે ‘બાયોમેટ્રિક’ આધારિત આધાર પ્રમાણીકરણના પાયલોટ પ્રોજેક્ટ્સ ગુજરાત, પુડુચેરી અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં શરૂ કરવામાં આવ્યા છે.
GST ચોરી અને નકલી કંપનીઓને લઈને ધરપકડના મામલામાં મહારાષ્ટ્ર અને દિલ્હી ટોચ પર છે. બંને રાજ્યોમાં અનુક્રમે 11-11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Taboola Feed