વેપાર

એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સમાં ૭૧ ટકાનો ઉછાળો

મુંબઈ: સેક્ધડરી માર્કેટ સુસ્ત હોવા છતાં મૂડીબજારમાં સારો ધમધમાટ ચાલી રહ્યો છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં એસએમઇ આઇપીઓ ઇમર્જ ઇન્ડેક્સ ૭૧ ટકા વધ્યો છે જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ સમાન સમયગાળા દરમિયાન ૨૮ ટકા વધ્યો છે. નાના અને મધ્યમ કદના એન્ટરપ્રાઈઝની પ્રારંભિક જાહેર ઓફરોએ સ્મોલ અને મિડ-કેપ ઈન્ડેક્સને તંદુરસ્ત માર્જિનથી હરાવી દીધા છે.

૨૦૨૩માં ૧૩૫ જેટલા એસએમઇ આઇપીઓ આવ્યા છે, જેમાંથી ૮૫ ઇશ્યુ લિસ્ટિંગ પછી વધ્યા છે, જ્યારે ૨૦માં ઘટાડો થયો છે. શ્રીવારી સ્પાઈસીસ એન્ડ ફૂડ્સ લિમિટેડમાં ૪૫૦ ગણું સબસ્ક્રિપ્શન્સ થયું હતું, તો ટેકનોગ્રીન સોલ્યુશન્સનો આઈપઓ ૧૨ ગણો છલકાયો હતો. બેસિલિક ફ્લાય સ્ટુડિયોમાં ૧૧ સપ્ટેમ્બરે લિસ્ટિંગ બાદ લગભગ ૨૨૫ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. એક માહિતી અનુસાર આગામી ૧૦ દિવસ માટે ઓછામાં ઓછા ૧૩ વધુ એસએમઇ આઇપીઓ મૂડીબજારમાં પ્રવેશી રહ્યાં છે. ૨૯મી સપ્ટેમ્બરે એક સાથે ત્રણ એસએમઇ આઇપીઓ મૂડીબજારમાં પ્રવેશી રહ્યાં છે. સંકલિત બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (બીપીઓ) સેવાઓ પહોંચાડવામાં નિષ્ણાત પ્લાડા ઇન્ફોટેક સર્વિસિસ લિમિટેડે ૨૯મીએ બજારમાં પ્રવેશી છે. કંપની આ આઇપીઓના માધ્યમથી રૂ. ૧૨.૩૬ કરોડ એકત્ર કરવા ધારે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે. શેરનો ભાવ રૂ. ૪૮ નક્કી કરવામાં આવ્યો છે. ભરણું ૫ાંચ ઓક્ટોબરે બંધ થશે. માર્કેટ લોટ સાઈઝ ૩,૦૦૦ ઈક્વિટી શેરની છે.

એ જ દિવસે વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રા લિમિટેડનો આઇપીઓ ખુલ્યો છે, જે બાંધકામ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, માઈનિંગ અને એગ્રીગેટ્સના ક્ષેત્રા કાર્યરત છે. કંપની રૂ. ૪,૯૯૮.૦૦ લાખ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે, એન શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. ભરણુું પાંચમી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ બંધ થશે. ઈક્વિટી શેર દીઠ રૂ. ૬૮નો ભાવ નક્કી કરાયો છે અને માર્કેટ લોટ સાઈઝ ૨,૦૦૦ ઈક્વિટી શેરની છે.

ફોર્જિંગ પ્રોડક્ટ્સ, કાસ્ટિંગ પ્રોડક્ટ્સ અને મશિન્ડ કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતી કેટલીક સંકલિત કંપનીઓ પૈકીની એક એવી શાર્પ ચક્સ એન્ડ મશીન્સ લિમિટેડે ૨૯મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી છે. કંપની આ આઇપીઓના માધ્યમથી રૂ. ૫૮ના નિર્ધારિત ભાવે રૂ. ૧૬.૮૪ કરોડ એકત્ર કરવા ધારેે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ લિસ્ટેડ થશે. ભરણું ચોથી ઓક્ટોબરે બંધ થશે. માર્કેટ લોટ સાઈઝ ૨,૦૦૦ ઈક્વિટી શેરની છે.

આ કંપનીઓમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પાવરહાઉસ બેસિલિક ફ્લાય સ્ટુડિયોએ વધતી માગને પહોંચી વળવા શ્રમબળમાં વિસ્તરણ હાથ ધયું છે. બેસિલિક ફ્લાય સ્ટુડિયોએ તાજેતરમાં કુલ રૂ. ૧૦.૯૬ કરોડના ઓર્ડર મેળવ્યા છે, વધુમાં, રાઈટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા અને એલાયન્સ ઑફ મોશન પિક્ચર એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ વચ્ચેની ૧૪૬-દિવસની હડતાલના ઠરાવથી નવા વર્ક ઓર્ડરમાં વધારો થવાનો માર્ગ મોકળો થયો છે. વધતી માગની અપેક્ષાએ કંપનીએ ટીમમાં લગભગ ૫૦ વ્યાવસાયિકોના ઉમેરાની જાહેરાત કરી છે. પ્લાસ્ટિક પ્રતિનિધિત્લ કરતી ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચરિંગ એસોસિયેશને તેની નાણાકીય વર્ષ ૨૦૨૪ની પ્રથમ મેનેજિંગ કમિટીની મિટીંગમાં પ્રેેસિડેન્ટ તરીકે મનીશ દેઢિયાની વરણી કરી છે. તેઓ હાલ મિત્સુકેમ પ્લાસ્ટ ઇન્ડિયાના જોઇન્ટ મેનેજિંગ ડાઇરેકટર અને સીએફઓના પદે છે. પ્લાસ્ટિક મોલ્ડેડ ફર્નિચર પ્રોડક્ટ્સના અગ્રણી ઉત્પાદકો અને પ્લાસ્ટિક રિસાયકલર પૈકીના એક એવરો ઈન્ડિયા લિમિટેડે જાણીતા બોલીવુડ અભિનેતા સોનુ સૂદને પોતાના બ્રાન્ડ એસોસિએશન તરીકે નિમણૂંક કરી હોવાની જાહેરાત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button