વેપાર

શેરબજારમાં રોજ સુનામીના આંચકા વચ્ચે માર્કેટ કેપમાંથી ૬.૭૧ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

મુંબઇ: શેરબજારમાં સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન લગભગ રોજ સુનામીના આંચકા આવતા રહ્યાં હતા અને રોજ બેન્ચમાર્કમાં સરેરાશ બે હજાર પોઇન્ટની ઊથલપાથલ રહી હતી. સપ્તાહમાં માત્ર બે ઈન્ડાયસીસ ઈન્ડાયસીસ વધ્યા, માર્કેટ કેપમાંથી ૬.૭૧ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ નોંધાયું છે.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૮૦,૯૮૧.૯૫ના બંધથી ૧,૨૭૬.૦૪ પોઈન્ટ્સ (૧.૫૮ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૭૮,૫૮૮.૧૯ ખૂલી એ જ દિવસે નીચામાં ૭૮,૨૯૫.૮૬ સુધી અને શુક્રવારે ઉપરમાં ૭૯,૯૮૪.૨૪ સુધી જઈ ૭૯,૭૦૫.૯૧ બંધ રહ્યો હતો.

આ સપ્તાહ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં નોંધપાત્ર ધોવામ જોવા મળ્યું છે. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૪૫૦.૨૧ લાખ કરોડ રહ્યું હતું, જે બીજી ઓગસ્ટના શુક્રવારના અંતે રૂ.૪૫૬.૯૨ લાખ કરોડ હતું.બીએસઈ આઈપીઓ ૧.૫૪ ટકા અને એસએમઈ આઈપીઓ ૧.૮૬ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરોમાં તાતા સ્ટીલ ૪.૨૨ ટકા, મારુતિ સુઝુકી ૪.૧૩ ટકા, બજાજ ફિન સર્વ ૪.૧૦ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૪.૦૨ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૪.૦૧ ટકા ગબડ્યો હતો. જ્યારે સૌથી અધિક વધેલા પાંચ શેરોમાં હિંદુસ્તાન યુનિલિવર ૨ ટકા, આઈટીસી ૧.૩૦ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૫૬ ટકા, નેસ્લે ૦.૩૬ ટકા અને સન ફાર્મા ૦.૧૭ ટકા વધ્યો હતો. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૨૪ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૩૮ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૧.૪૬ ટકા, બીએસઈ મિડકેપ ૧.૦૧ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૧.૮૬ ટકા ઘટ્યા હતા.

કોર્પોરેટ પરિણામોમાં ક્લાઉડ સર્વિસે, ડિજિટલ ટ્રાન્સ્ફોર્મેશન, એન્ટરપ્રાઇઝ એપ્લીકેશન્સ અને મેનેજ્ડ આઇટી સર્વિસ પ્રોવાઇડર ગ્લોબલ આઇટી સર્વિસ કંપની, દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીએ પ્રથમ ક્વાર્ટરના અનઓડિટેડ નાણાકીય પરિણામમાં ૧૦૨.૩૭ ટકાના વધારા સાથે રૂ. ૩.૭૨ કરોડનો ચોખ્ખો નફો, ૮૪.૨૯ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૬.૦૬ કરોડનો એબિટા ૧૬.૯૬ ટકાનું એબિટા માર્જિન અને ૧૦.૪૦ ટકાનું પેટ માર્જિન નોંધાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button