વેપાર

વેપારને પ્રોત્સાહન: 24 ચેકપોઇન્ટ 15મી એપ્રિલ સુધી બંધ થશે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સરકારે 24 ચેકપોઇન્ટ 15 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્દેશ પરિવહન વિભાગને કર્યો છે. દેશમાં જીએસટી (ગુડ્સ સર્વિસ ટેક્સ) લાગુ થયા બાદ સીમા તપાસણી નાકા એટલે કે ચેકપોઇન્ટનું મહત્ત્વ બંધ થઇ ગયું છે, એમ ફડણવીસે કહ્યું હતું. ભવિષ્યમાં વેપાર વધારવા તથા માલ-સામાનના પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ચેકપોઇન્ટ બંધ કરવા જરૂરી છે. તેથી 15મી એપ્રિલ સુધી આ બાબતે પ્રસ્તાવ રજૂ કરવાનું મુખ્ય પ્રધાને કહ્યું હતું.

Also read:હવે કોઈના પણ આધારકાર્ડ પર જીએસટી રજિસ્ટ્રેશન કરાવવાનું નહીં રહે સરળ, જાણો નવો નિયમ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે પરિવહન વિભાગનું ભૂમિપૂજન કરાયું હતું. 2027 સુધી તેનું કામ પૂર્ણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાને હળવા કમર્શિયલ વાહનોની ડીલર પોઇન્ટ નોંધણી અને હાયપોથેકેશન ટર્મિનેશનને માન્યતા આપવાનારા બે ફેસલેસ સેવાનું લોકાર્પણ પણ કર્યું હતું, પ્રશાસને મેટા સાથે કરાર કર્યા છે ત્યારે ભવિષ્યમાં 500 સેવા વોટ્સએપ પર ઉપલબ્ધ થશે જેમાં આરટીઓની 45 ફેસલેસ સેવાનો પણ સમાવેશ હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button