200 રૂપિયાની નોટ પણ બંધ થઈ રહી છે? RBIએ કરી આ સ્પષ્ટતા, જાણી લો એક ક્લિક પર…
સોશિયલ મીડિયાના આજના સમયમાં કોઈ પણ ઈન્ફોર્મેશન કે વાતને લોકો સુધી પહોંચવામાં વાર નથી લાગતી. ઘણી વખત આ સોશિયલ મીડિયાને કારણે લોકોમાં જાગરૂકતા આવે છે તો ઘણી વખત આ સોશિયલ મીડિયા જ તમારા માટે માથાનો દુઃખાવો પણ સાબિત થાય છે. આવા જ એક સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે જેમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે 200 રૂપિયાની નોટ પણ RBI દ્વારા ચલણમાંથી બાદ કરવામાં આવશે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India-RBI) દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે જે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.
આવો જોઈએ શું કહ્યું છે RBIએ
સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે 2000 રૂપિયા બાદ હવે RBI દ્વારા 200 રૂપિયાની નોટ પણ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. પરંતુ આ બાબતે RBI શું કહે છે એ જાણી લેશો તો તમે ફાયદામાં રહેશો. તમારી જાણ માટે કે બજારમાં 500 અને 200 રૂપિયાની ચલણી નોટ સૌથી વધુ સર્ક્યુલેટ થાય છે અને આજે દરેક વ્યક્તિના ખિસ્સામાં 200 રૂપિયાની નોટ જોવા મળે છે ત્યારે આ સમાચાર લોકોમાં પેનિક ક્રિયેટ કરી રહ્યા છે.
RBI દ્વારા આ બાબતે સ્પષ્ટકા આપતા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં RBIએ જણાવ્યું છે કે 2000 રૂપિયાની નોટ બંધ કર્યા બાદ ચલણમાં 200 અને 500 રૂપિયાની નોટનો ચલણમાં ઉપયોગ વધી ગયો છે. 200 રૂપિયાની નોટ બંધ કરવાની હાલ કોઈ યોજના નથી અને એટલું જ નહીં પણ RBIએ કોઈપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ કરતી વખતે સાવધાન રહેવાની પણ સલાહ આપી છે.
Also read: મોંઘવારી સામે કમાણી અઢીગણી વધશે: આરબીઆઈ
RBI દ્વારા 200 રૂપિયાની નોટ અસલી છે કે નકલી એ જાણવા માટેની કેટલીક મહત્ત્વની બાબતો વિશે જાણકારી આપવામાં આવે છે. RBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 200 રૂપિયાની નોટ અસલી છે કે નકલી એ જાણવા માટે તેના પર કેટલાક ચિહ્નો આપવામાં આવ્યા છે. આ સિવાય નોટની ઉપરની તરફ ડાબી બાજુએ દેવનાગરીમાં 200 લખવામાં આવ્યું છે. નોટની વચ્ચે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો અને ચલણી નોટની જમણી બાજુએ માઈક્રો લેટર્સમાં ‘RBI’, ‘ભારત’, ‘India’ તેમ જ ‘200’ લખવામાં આવ્યું છે. આ ઉપરાંત નોટની જમણી બાજુએ અશોક સ્તંભનું ચિહ્ન પણ છાપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં નકલી નોટોનો ફેલાવો વધી ગયો છે અને સમય સમય પર RBI દ્વારા અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત ઓળખવા માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવતી હોય છે. વધુમાં RBIએ એવું પણ જણાવ્યું હતું કે જો તમને પણ ક્યારેય નકલી નોટ મળે છે, તો તરત જ આ બાબતે લોકલ એડમિનિસ્ટ્રેશનને આ વાતની જાણ કરવી જોઈએ.