વેપાર અને વાણિજ્ય

સોનામાં ₹ ૨૩૬નો અને ચાંદીમાં ₹ ૭૬૧નો ચમકારો

અમેરિકાના પીએમઆઈ ડેટા પર રોકાણકારોની નજર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ હોવાથી લંડન ખાતે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૫થી ૨૩૬નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૭૬૧નો સુધારો જોવા મળ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૬૧ના ઉછાળા સાથે ફરી રૂ. ૭૧,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૭૧,૦૭૨ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ નીચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ માગ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરા પેટેની માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૫ વધીને રૂ. ૬૨,૩૪૦ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૩૬ વધીને રૂ. ૬૨,૫૯૧ના મથાળે રહ્યા હતા.

તાજેતરના અમેરિકાના જાહેર થયેલા આર્થિક ડેટાઓથી ફેડરલ રિઝર્વ દ્વારા વહેલાસર વ્યાજદરમાં કપાતની શક્યતા ધૂંધળી બનતાં સોનાના ભાવ દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે. જોકે, પ્રવર્તમાન મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને કારણે સલામતી માટેની માગને ટેકે ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેમ જણાય છે.

આજે મોડી સાંજે અમેરિકાના જાહેર થનારા પીએમઆઈ ડેટા ઉપરાંત આગામી ગુરુવારે જાહેર થનારા અમેરિકાનાં જીડીપીના ડેટા અને શુક્રવારે જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશનના ડેટા પર રોકાણકારોની નજર હોવાથી શેષ સપ્તાહ દરમિયાન સોનામાં નવી લેવાલીમાં રોકાણકારોનો સાવચેતીનો અભિગમ જળવાઈ રહે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૦.૦૧ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨૮ ટકા વધીને ૨૦૩૧.૩૦ ડૉલર, જ્યારે ચાંદીના ભાવ ૧.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?